જડેશ્વર-લજાઈ રોડ નજીક જાહેરમાં જ નાના ડુંગરો આધુનિક મશીનો વડે ખોદી સરકારી સંપત્તિને લુંટતા ખનીજ માફિયાઓ, તંત્રના આંખ આડા કાન…
વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામની સીમમાં આવેલ ખરાબાની જમીનમાંથી લાખો-કરોડોની કિંમતની મોરમ ખનીજ દિનદહાડે સતત ટ્રાફિકથી ધમધમતા જડેશ્વર-લજાઈ રોડની બાજુમાંથી જ ખનીજ માફિયાઓ દ્વારા આધુનિક બે હિટાચી મશીનો અને પાંચ જેટલા ડમ્પરો વડે ચોરી કરવામાં આવી રહી છે. ખુલ્લેઆમ રોડની બાજુમાં જ આ ખનીજ ચોરી થતી હોવા છતાં આંખે મોતિયા હોય તેમ જવાબદાર ખનીજ તંત્ર આંખ આડા કાન કરી હપ્તાખોરીની આડમાં તમાસો નિહાળી રહ્યું છે…
બાબતે ખનિજ માફિયાઓ દ્વારા કોઇ પણ પ્રકારની લીઝ મેળવ્યા વગર કે રોયલ્ટીની રકમ ચુકવ્યા વગર બાપ કી જાગીર સમજી દિનદહાડે લાખો-કરોડોની કિંમતની સરકારી ખનીજ સંપતિની લુંટ ચલાવાય રહી છે. બાબતે જવાબદાર ખાણ ખનીજ વિભાગ કે રેવન્યુ વિભાગ કે પછી પોલીસ તંત્રને ખુલ્લેઆમ ચાલતી આ ખનીજ ચોરી કેમ નથી દેખાતી ? કે પછી ઈરાદાપૂર્વક આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે ?
કિંમતી ખનીજના મોટા જથ્થાની જાહેરમાં ધોળા દિવસે લુંટ ચલાવતા ખનીજ માફિયાઓના ડરના કારણે આજ સુધી કોઈ નાગરિકએ બાબતે ફરિયાદ ન કરતાં ખનિજ માફિયાઓ બેફામ બન્યા છે. જેથી આ બાબતની જાણ ચક્રવાત ન્યુઝ ટીમને થતાં વિગતવાર ફોટા સાથેના અખબારી અહેવાલ પ્રસિદ્ધ કરાયા બાદ શું જવાબદાર તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાશે કે પછી ફોનથી જાણ કરી માત્ર ચેકિંગના નર્યા નાટકો જ કરાશે ? બાબતે સ્થળ પર થતી ખનીજ ચોરી અને તેમાં ઉપયોગ થતાં વાહનોનાં ફોટા પણ પ્રસિદ્ધ કરાયા બાદ પણ શું જવાબદાર તંત્રને વધુ પુરાવાની જરૂર પડશે ?
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GwvaiaIa6u6Hh5q4m1UAJF