ગરીબોની જમીન પર અમીરોના બંગલા : વાંકાનેર-મીલપ્લોટ રોડ પર આવેલ સર્વે નં. 203 ની જમીન બંધબારણે ગરીબો પાસેથી ખાલસા કરાવી અમીરોને બંગલા બનાવવા માટે અપાઇ ગઇ અને એ પણ મંજૂરી વગર…
વાંકાનેર શહેરના મિલપ્લોટ વિસ્તારમાં ગરીબ પરિવારોને વર્ષો પહેલાં ફાળવાયેલ જમીન પર અમુક ભ્રષ્ટાચારી લોકો દ્વારા નિતી નિયમો નેવે મુકી સરકારી આંટીઘૂંટીનો ગેર ઉપયોગ કરી ગરીબોને ફાળવાયેલ જમીન(પ્લોટ)ને ખાલસા કરાવી બંધારણે આ જમીન અમીરોને બંગલા બનાવવા માટે ફાળવી મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે…
બાબતે પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર નગરપાલિકાની હદમાં આવેલ સર્વે નંબર 203 ની જમીન સરકાર દ્વારા વર્ષ 1976ની સાલમાં ગરીબ પરિવારોને ટોકન દરે ત્રણ વર્ષમાં બાંધકામની સરતે ફાળવવામાં આવી હતી જેમાં આર્થિક પરિસ્થિતિ કે અન્ય કોઈ કારણોસર ગરીબ પરિવારો દ્વારા બાંધકામ ન કરાતા બંધબારણે અમુક ભ્રષ્ટાચારીઓ દ્વારા આ જમીન ગરીબો પાસેથી ખાલસા કરવી અમીરોને બંગલા બનાવવા માટે અપાઇ ગઇ હોવાનું જાણવા મળ્યું છે…
બાબતે આશ્ચર્યજનક બાબત એ છે કે ગરીબો પાસેથી એનકેન પ્રકારે ખાલસા કરાવેલ આ જમીન પર અમુક ભ્રષ્ટાચારીઓ દ્વારા કોઈપણ પ્રકારના બાંધકામોની મંજૂરી વગર પોતાના રહેવા માટે મોટા બંગલા પણ ખડકી દેવામાં આવ્યા છે છતાં આ બાબત આજ સુધી છાની રહી છે, આ કૌભાંડમાં વાંકાનેર મામલતદાર કચેરીના એક કર્મચારી પણ સંડોવાયેલ હોય, જેથી જો આ બાબતે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો મોટા ષડયંત્ર અને કૌભાંડનો પર્દાફાશ થાય તેમ છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/DMKrSoCwVbl04O4e5MWfTH