રેલ્વે લાઈનના ચાલતાં કામ હિસાબે ડાયવર્ઝન વ્યવસ્થાના અભાવે મુખ્ય માર્ગ બંધ થતાં ગ્રામજનો અને રોડ પર આવેલ ગૌશાળા માટે સર્જાતી મોટી હાલાકી ક્યારે દુર થશે ?
વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના રાજાવડલા અને ખાંભારા ગામ તથા આ ગામની હદમાં આવેલ મસમોટી અંધ-અપંગ ગૌશાળાએ જવા માટેનો મુખ્ય માર્ગ રેલવે તંત્રએ રેલ્વે લાઈનના કામના હિસાબે બંધ કરતા મોટી સમસ્યા સર્જાઇ રહી છે, જેમાં બંને ગામના નાગરિકો અને ગૌશાળાએ જતાં લોકોને મુખ્ય માર્ગ બંધ હોવાથી 9 કિમી ફરીને જવું પડે છે. જેથી આ બાબતે તાત્કાલિક રેલ્વે તંત્ર દ્વારા મુખ્ય રોડની બાજુમાં કામ ચાલે તેટલા સમય માટે ડાયવર્ઝન આપવાં નાગરિકોમાં માંગ ઉઠી છે…
રેલ્વે દ્વારા અમદાવાદથી રાજકોટ સુધી ડબલ ટ્રેક રેલ્વે લાઈનની મંજૂરી આપવામાં આવી હોય જેથી રેલ વિભાગ દ્વારા નવા ટ્રેકની કામગીરી શરૂ કરવામાં આવી છે જે બાબત આવકારદાયક પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે રેલ્વે તંત્રની રાહબરી હેઠળ કોન્ટ્રાક એજન્સી દ્વારા આ કામગીરીમાં પોતાની મનમાની મુજબ કામ કરવામાં આવી રહ્યું છે જેના કારણે અનેક સમસ્યાઓ સર્જાઇ રહી છે, જેમાં વાંકાનેર તાલુકાના રાજાવડલા, ખાંભારા અને અંધ-અપંગ ગૌ શાળાનો મુખ્ય માર્ગ રેલવે વિભાગ દ્વારા આ કામગીરી સબબ બંધ કરાતા ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે,
રેલ્વે એજન્સી દ્વારા આ મુખ્ય માર્ગ બંધ કરાયા બાદ વૈકલ્પીક ડાઇવર્ઝન પણ અપાયું ન હોવાના કારણે બંને ગામોના નાગરિકોએ નવ કિલોમીટર ફરી રાજાશાહી વખતના અને હાલ ખખડધજ બનેલા તથા હાલ ચોમાસામાં ગારા-કિચડ વારા કાચા રસ્તાનો ઉપયોગ કરવો પડી રહ્યો છે.
બાબતે વધુ એક સમસ્યા આ રોડ પર આવેલા ગૌશાળાને પડી રહી છે જેમાં ગૌશાળામાં દાતાઓ દ્વારા અપાતા લીલા-સુકા ઘાસચારા અને ખોળ ભરેલા ટ્રકો ચલાવવા માટે મસમોટી સમસ્યા સર્જાઇ રહી છે, અહીં બાજુમાં જ થોડે દૂર એસ્સાર પેટ્રોલ પંપની સામે રેલ્વે ગરનાલુ આવેલ હોય પરંતુ ત્યાંથી ચાલવા માટે રસ્તો ન હોય જેથી તાત્કાલિક રેલ્વે તંત્ર દ્વારા આ ગરનાલા સુધી રોડની મરામત કરી ચાલી શકાય તેવો ડાઇવર્ઝન આપી સમસ્યા હલ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/DMKrSoCwVbl04O4e5MWfTH