વાંકાનેર શહેરના જીનપરા મેઇન રોડ પર આવેલ દુકાન સબંધના નાતે એક વૃધ્ધે ત્રણ શખ્સોને વાપરવા માટે આપી હતી જે દુકાન પર આ ત્રણ શખ્સોએ પચાવી પાડવાના હેતુથી ગેરકાયદેસર કબ્જો કરતાં વૃધ્ધે વાંકાનેર પોલીસમાં આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ત્રણ શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી રસુલભાઇ હાજીભાઇ માથકીયા (ઉ.વ. 61, રહે. હાલ પરવેઝ પાર્ક, આસીયાના સોસાયટી, વાંકાનેર, મુળ. રહે વઘાસીયા)એ આરોપી જલાલભાઇ વલીભાઇ પરાસરા, પરવેઝ જલાલભાઇ પરાસરા અને નુરઅખ્તરભાઇ જલાલભાઇ પરાસરા (રહે. ત્રણેય ગુલશન પાર્ક, ચંદ્રપુર) સામે ફરિયાદ નોંધાવી છે કે, આશરે અઢી વર્ષ પહેલા તા. ૨૯/૧૨/૨૦૨૦ના રોજ ફરીયાદીની માલીકીની વાંકાનેર શહેરના જીનપરા મેઇન રોડ પર આવેલ સર્વે નં. ૩૦૦૨ પૈકી ચે.ફ.ચો.મી. ૯૫-૭૮ સે.મી.ચો.વાર ૧૧૫ વાળી પાકી દુકાન સબંધના નાતે તેમણે ઉપરોક્ત આરોપીઓને વાપરવા માટે આપી હતી,
જે દુકાનને આરોપીઓએ પચાવી પાડવાના આશયથી કબ્જો કરી લઇ હાલ સુધી પોતાના કબ્જામાં રાખી અને તેનો વપરાશ પણ કરે છે, જેથી બાબતે ફરીયાદીએ આરોપીઓને આ દુકાન ખાલી કરી તેમણે સોંપવા માટે કહેતા એકદમ ઉશ્કેરાઇ જઇ આરોપીઓએ ફરીયાદીને ગાળો બોલી મારવા દોડ્યા હતા…
ઉપરોક્ત બનાવ અનુસંધાને વૃધ્ધની ફરિયાદના આધારે પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) લેન્ડ ગ્રેબિંગ એક્ટ કાયદો ૨૦૨૦ ની કલમ ૪(૩), ૫(ગ) તથા આઇ.પી.સી.કલમ ૫૦૪ ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ સાથે ત્રણેય આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/DMKrSoCwVbl04O4e5MWfTH