વાંકાનેર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતી શિષ્યવૃત્તિના નાણા ભ્રષ્ટ વ્યક્તિઓ બારોબાર પોતાના ખાતામાં જમા કરાવી સરકારી નાણાની ઉચાપત કરતા હોવાની લેખિત ફરિયાદ સાથે રજૂઆત મોરબી જીલ્લા કલેકટરને કરવામાં આવી છે…
બાબતે વાંકાનેરના યજ્ઞપુરુષનગરના રહેવાસી અર્જુનસિંહ વાળાએ મોરબી જીલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું છે કે વાંકાનેર તાલુકાના દલડી, માટેલ, સિંધાવદર, પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને આપવામાં આવતી શિષ્યવૃત્તિના નાણા આચાર્યો દ્વારા MR અ (બેંક સ્ટેટમેન્ટમાં પૂરું નામ આપેલ નથી) અને અરવિંદ પરમાર નામના શખ્શના બેંક ખાતામાં જમા કરાવી આર્થિક નાણાકીય લાભ આપેલ છે…
આ બાબતે માટેલ પ્રાથમિક શાળામાં તા. ૨૭-૦૯-૨૦૧૯ ના ચેક દ્વારા રૂ ૮૪,૬૯૫ માટેલ પ્રાથમિક શાળાના અકાહાર દ્વારા જમા કરાવવામાં આવેલ જે રકમ તા. ૦૩-૧૨-૨૦૧૯ સુધી MR A નામના શખ્શે વિદ્યાર્થિઓને આપવા માટેની શિષ્યવૃત્તિના સરકારી નાણાનો ઉપયોગ કરી આર્થિક લાભ આપેલ છે. આવી જ રીતે વાંકાનેર તાલુકાની સિંધાવદર પ્રાથમિક શાળાના આચાર્ય અને દલડી ગામના આચાર્યે વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવતી શિષ્યવૃત્તિ રકમ અરવિંદ પરમાર નામના ઈસમને બેંક ખાતામાં જમા કરાવી સરકારી નાણા ઉચાપત કરેલ છે.
તા. ૩૦-૦૩-૨૦૧૯ ના રોજ ચેકથી ૧,૦૨,૨૦૭ રૂ. અરવિંદ પરમાર નામના શખ્શના ખાતામાં જમા કરાવી આર્થિક લાભ મેળવ્યો છે જે તમામ માહિતી આરટીઆઈ અંતર્ગત મળેલ છે તેમજ સિંધાવદર, માટેલ અને દલડી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને અત્યાર સુધીમાં આપવામાં આવેલ શિષ્યવૃત્તિ અંગે ઊંડી તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/DMKrSoCwVbl04O4e5MWfTH