વાંકાનેર તાલુકાના ઢુવા-માટેલ રોડ પર આવેલ અમરધામ પાસે એક શખ્સ કોઈપણ પ્રકારની ડિગ્રી વગર નકલી દવાખાનું ચલાવતો હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે મોરબી એસઓજીની ટીમ દ્વારા સ્થળ પર દરોડો પાડી કોઇ પણ પ્રકારની ડિગ્રી વગર માનવ જિંદગી સાથે ચેડા કરીને ડોક્ટરની પ્રેક્ટિસ કરતા નકલી ડોક્ટરને ઝડપી પાડી કુલ રૂ. 13,881ની કિંમતની દવાઓ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા-માટેલ રોડ પર આવેલ અમરધામ પાસે એસકોન વિટ્રીફાઈડ કારખાનાની સામેના ભાગમાં ચોક્કસ ખાનગી બાતમીના આધારે મોરબી એસ.ઓ.જી. ટીમ દ્વારા દરોડો પાડી નામ વગરનું અને કોઇપણ પ્રકારની ડિગ્રી વગર દવાખાનું ચલાવી ડોક્ટરી પ્રેક્ટિસ કરતા ગોલકવિશ્વાસ પ્રફુલ્લ વિશ્વાસ (ઉ.વ. 42, રહે હાલ ખોડીયાર માતાજી મંદિરની બાજુમાં, માટેલ, મૂળ રહે. પશ્ચિમ બંગાળ)ને ઝડપી લીધો હતો…

આરોપી પાસે કોઈ પણ પ્રકારની ડોક્ટરની ડીગ્રી ન હોવા છતાં પણ લોકોની જિંદગી સાથે ચેડા કરીને દર્દીઓને દવાઓ આપતો હોય જેથી પોલીસે આરોપી નકલી ડોક્ટર પાસેથી એલોપેથીક દવા જુદી-જુદી બ્રાન્ડની કિંમત રૂ. 13,881 કબ્જે કરી તેની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/DMKrSoCwVbl04O4e5MWfTH

error: Content is protected !!