કોંગ્રેસ અગ્રણી ઈરફાન પીરઝાદાએ રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી માંગ કરી…
વાંકાનેર વિસ્તારમાં વ૨સાદ ખેંચાવાને કારણે ખેડુતોનો ઉભો પાક સુકાઈ રહ્યો હોય જેથી આવા સંજોગોમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને કોંગ્રેસ અગ્રણી ઈરફાન પીરઝાદાએ
૨જુઆત કરતા જણાવ્યું છે કે વાંકાનેર તાલુકાના મોટા ભાગના વિસ્તારોમાં અગાઉના વરસાદની માત્રા ઓછી હોવાને કારણે ખેડુતો માટે વિકટ પરિસ્થિતિનું નિમાર્ણ થયેલ છે.
આ વિસ્તારના ખેડુતોના મુખ્ય પાક કપાસ, મગફળી, તથા કઠોળ જેવા પાકના વાવેતરમાં કિંમતી બિયારણો, જંતુનાશક દવા, ખાતર માટે ખેડૂતોએ મરણ મુડી વાપરી નાંખેલ છે. જેથી વરસાદ ખેંચાતા ખેડુતોના ઉભા પાકને પિયત કરવા માટે ખરેખ૨ પાણીની જરૂરીયાત ઉભી થયેલ છે, પરંતુ અપુરતા વરસાદના કારણે વાંકાનેર વિસ્તારના ખેડુતોની જીવાદોરી સમાન મચ્છુ-૧ ડેમ સહિત આવેલા નાના મોટા ચેકડમે કે ગામ તળાવો ખાલીખમ હોય જેના કારણે બોર તથા કુવાના તળો પણ ઉંડા ગયેલ હોય અને સમયસર પુરતો વીજ પુરવઠો પણ મળતો ન હોય જેના કારણે ખેડુતોનો ઉભો પાક સુકાય રહ્યો અને ખેડુતોના મોઢે આવેલ કોળીયો છીનવાય જાય તેવી પરિસ્થિતિનું નિમાર્ણ થયેલ છે.
તેમજ માલ ઢોરને પીવાના પાણીની અને ઘાસચારાની પણ મુશ્કેલી ઉભી થયેલ હોય જેથી વાંકાનેર વિસ્તારના ખેડુતોની મુશ્કેલી ધ્યાને લઈ મચ્છુ-૧ ડેમમાં નર્મદાનું પાણી ઠાલવી હાલમાં સુકાતા પાકને જીવનદાન મળે તે હેતુથી સિંચાઈ માટે મચ્છુ-૧નું પાણી ખેડૂતોને આપવા તેમજ હાલના અનાવૃષ્ટિના સંજોગોમાં સરકાર તાત્કાલીક સર્વે કરાવી ખેડુતોને વહેલી તકે સહાય ચુકવે તેવી માંગ કોંગ્રેસ અગ્રણી ઈરફાન પી૨ઝાદા કરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/BBPmFuPxq5xC5S1cwdDcDq