હાલમાં વરસાદ ખેચાયો છે ત્યારે સ્થાનિક જળાશયોમાં પાણી છે તે જથ્થાને બચાવવામાં આવે તેની તાતી જરૂર છે ત્યારે વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ પાસે આવેલ તળાવમાંથી ગેરકાયદેસર રીતે અમુક શખ્સો દ્વારા પાણીના ટેન્કરો ભરીને તે પાણી કારખાનામાં વહેંચી પાણી ચોરી કરવામાં આવી રહી છે. જેથી આ પાણી ચોરી રોકવા ગામના જાગૃત નાગરિકો દ્વારા જીલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે…

બાબતે વાંકાનેર તાલુકાનાં સરતાનપર ગામના એક જાગૃત નાગરિકે મોરબી જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું છે કે હાલ ચાલુ વર્ષે વરસાદ ખેંચાયો છે અને સરતાનપર ગામે પાણીનો મુખ્ય સ્ત્રોત તળાવ છે જેમાથી દેવાભાઈ વિંજવાડિયા અને ચંદુભાઈ વિંજવાડિયા નામના શખ્સો દ્વારા ગેરકાયદે પાણીચોરી કરી કોઈપણ મંજુરી કે અધિકાર વિના પાણીના ટેન્કરો ભરી આજુબાજુના વિસ્તારમાં આવેલ કારખાનાઓમાં આ પાણીને વહેંચવામાં આવી રહ્યું છે, જેને ટોકતા આ શખ્સો દ્વારા ધમકીઓ આપવામાં આવે છે, ત્યારે હાલ પાણીની તંગીને ધ્યાનમાં રાખીને આ પાણીચોરીને રોકવામાં આવે તેવી ગામનાં નાગરિકોએ માંગ કરેલ છે…

બાબતે આક્ષેપ કરતા અરજદારે વધુમાં જણાવ્યું હતું કે, પાણી ચોરી કરનારા રાજકીય વગ ધરાવતા હોય અને ઝનૂની છે. તેઓ અગાઉ ગંભીર ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ચુક્યા છે, જેથી તેઓને પોલીસ કે કાયદાનો ડર નથી માટે તેને કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી માંગ કરી છે અને જો આગામી એક સપ્તાહમાં નક્કર કાર્યવાહી કરવામાં નહિ આવે તો ગ્રામજનો ઉપવાસ-આંદોલનનો માર્ગ તેવી ચીમકી ઉચ્ચારી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BBPmFuPxq5xC5S1cwdDcDq

error: Content is protected !!