પ્રથમ બનાવમાં વાંકાનેરના માટેલ ગામથી જામસર ગામ તરફ જતા રસ્તે બાઈક નં. GJ 36 Q 2809 લઈને શંકાસ્પદ હાલતમાં પસાર થતા પ્રકાશભાઇ ઉર્ફે પકો ગોરધનભાઇ વીરોડીયા અને પંકજભાઇ બાબુભાઇ નદાસીયાને પોલીસે રોકી તલાશી લેતા તેની પાસેથી ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની ઓરેન્જ હીલ વોડકા, ઓરેન્જ ફલેવર, વ્હીસ્કીની કંપની શીલપેક બોટલ નંગ-8 (કિ. રૂ. 2400) મળી આવી હતી જેથી પોલીસે બંને આરોપીઓની કુલ રૂ. 37,400ના મુદામાલ સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બીજા બનાવમાં વાંકાનેરના સરતાનપર રોડ પર રીચ કારખાના સામે ગત તા. 3ના રોજ પોલીસને સંજયભાઇ પોપટભાઇ રાઠોડ ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની શીલપેક 1 બોટલ (કી.રૂ. 400) સાથે ઝડપી પાડી આરોપી સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે….
ત્રીજા બનાવમાં વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામના વણકરવાસમાં આવેલ બાબુભાઈ દામજીભાઈના મકાન સામે રાજેન્દ્રભાઈ બાબુભાઈ વોરાને ઈકો કાર નંબર GJ 36 R 1858 માં ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર વગર ભારતીય બનાવટની અંગ્રેજી દારૂ વ્હીસ્કીની શીલ પેક બોટલ નંગ 24 (કી.રૂ. 7200) તથા 180 મીમીના નાના ચપલા(વોડકા) નંગ 44 (કી.રૂ. 3740)ની સાથે ઝડપી લીધો હતો. પોલીસે આ રેઈડ દરમ્યાન વિદેશી દારૂ અને કાર મળી કુલ રૂ. 1,30,940 ના મુદામાલ સાથે આરોપીને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EDrEarSL9YFCHucMHVvFvN