85માં જન્મ દિવસ નિમિત્તે એક ટ્રસ્ટ બનાવી તેમાં 31.11 લાખનું દાન આપી તેમાંથી તેમના મૃત્યુ બાદ પણ સેવાભાવી સંસ્થાઓને અનુદાન કરાઇ તેવી વ્યવસ્થા કરવામાં આવી…
પૂર્વ સંસદ સભ્ય(રાજયસભા) શ્રી લલિતભાઈ મહેતાએ આજે તેમના 85માં જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી જેમાં તેમણે એક નવું ટ્રસ્ટ બનાવી તેમાં 31.11 લાખ જેટલી રકમનું દાન કરી અને તેમના મૃત્યુ બાદ પણ આ ટ્રસ્ટ દ્વારા વાંકાનેરની વિવિધ સેવાભાવી સંસ્થાઓને દર વર્ષે નિશ્ચિત રકમનું દાન આપવામાં આવે તેવી વ્યવસ્થા કરી છે…
શ્રી લલિતભાઈ મહેતા દ્વારા આજે તેમના 85માં જન્મ દિવસ નિમિત્તે આગામી સમયમાં તેમની હયાતી ન હોય તો પણ વાંકાનેર પાંજરાપોળ, વિદ્યાભારતી અને વાંકાનેર એજયુકેશન સોસાયટી, જૈનસંઘોના વિદ્યાર્થીઓને કાયમી નિશ્ચિત દાનની રકમ મળતી રહે તે માટે શ્રી લલિતભાઈ મહેતાના માતુશ્રી-પિતાશ્રીનું ”જવલ-અમૃત ચેરીટેબલ ફાઉન્ડેશન” બનાવી અને આ ફાઉન્ડેશનમાં શ્રી લલિતભાઈ મહેતાએ રૂા. ૧પ,પપ,પપપ/- તથા તેમના પત્નિ શ્રીમતી ઈન્દુમતિબહેન મહેતા એ રૂા. ૧પ,પપ,પપ૬/- એમ કુલ રૂા. ૩૧,૧૧,૧૧૧/- નું કોર્પસ ફંડ તરીકેનું દાન આપી,
આ રકમના વ્યાજમાંથી યાવદચંદ્ર દિવાકરો, પેઢી દર પેઢી દર વર્ષે વાંકાનેર પાંજરાપોળને રૂ. ૧,૦૦,૦૦૮/- અને વિદ્યાભારતીના વિદ્યાર્થીઓ માટે રૂા. ૩૧,૦૦૦/-, વાંકાનેર એજયુકેશન સોસાયટીના વિદ્યાર્થીઓ માટે રૂા. ૧૮,૦૦૦/- તથા વાંકાનેર વિશાશ્રીમાળી તપગચ્છ જૈન સંઘના વિદ્યાર્થીઓ માટે રૂા. ૧ર,૦૦૦/-, મળતા રહે એ ઉપરાંત વાંકાનેર જૈન દેરાસરને રૂા. પ,૦૦૪/- સાધારણ ખાતે તથા રૂા. પ,૦૦૪/- આયંબીલ, ગાયત્રી મંદિરના મંદબુધ્ધિના બાળકો માટે પણ રૂા. પ,૦૦૪/- ની રકમ ટ્રસ્ટ દર વર્ષે આપે તેવી વ્યવસ્થા કરી તેમનાં જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી…
આ સાથે જ આજે તેમના જન્મદિવસ નિમિત્તે લલિતભાઈ મહેતા જે ૭ ટ્રસ્ટો સાથે સંકળાયેલા છે તે ૭ સંસ્થાઓના ટ્રસ્ટીઓ તથા તેવા રપ૦ જેટલા કર્મચારીઓ તથા વાંકાનેર મચ્છુકાંઠા વૃધ્ધાશ્રમ અને વાંકાનેર ગાયત્રિમંદિરના મંદબુધ્ધિના બાળકોને મીઠાઈના પેકેટ મોકલવામાં આવ્યા છે. લલિતભાઈ મહેતાના બન્ને પુત્રો તથા પુત્રીએ જૈન સ્વામિવાત્સલ્ય જમણ આજે યોજી તેમનો ૮પ મો જન્મદિવસ આ રીતે યાદગાર બનાવ્યો છે…
સતત સેવાના કામોમાં પરોવાયેલા રહેતા લલિતભાઈ મહેતા આંખની હોસ્પિટલ, બંધુસમાજ દવાશાળા, વિદ્યાભારતી, યુવા સંગઠના, ખોડિયાર ગેો સેવા, વાંકાનેર એજયુકેશન સોસાયટી અને વાંકાનેર પાંજરાપોળ આ બધી સંસ્થાઓના પ્રમુખ તરીકે રોજ-બ-રોજના કામકાજ માટે દરરોજ ૪-પ કલાક તથા રાજકોટ નાગરીક સહકારી બેંક લી. વાંકાનેર શાખામા સ્થાનિક વિકાસ સમિતિમાં કાયમી સલાહકાર સભ્ય,
રાજકોટની વ્યવસાયી વિદ્યા પ્રતિષ્ઠાન સંચાલિત વી.વી.પી. એન્જીનીયરીંગમાં અને ઈન્દુભાઈ પારેખ સ્કુલ ઓફ આર્કીટેકચરના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે વહીવટી, નીતિવિષયક અને રોજ-બ-રોજ કામકાજની ફાઈલો દરરોજ રાત્રે તપાસી એ કામગીરી પણ વાંકાનેર રહીને સંભાળે છે…
લલિતભાઈ મહેતા : મો. ૯૪ર૮ર૦પપપ૫ / ૬૩પપ૮૬પ૦પપ
ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી પુર્વ સાંસદ સભ્ય અને પ્રખર સેવાભાવી/શિક્ષણવિદ લલિતભાઈ મહેતાને જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EDrEarSL9YFCHucMHVvFvN