પોલીસ જવાન આશીફભાઈ અને રાહદારી વૃદ્ધને રસ્તામાં મળેલા રૂ. 50,000 મુળ માલીકને પરત કરી પ્રમાણિકતા દાખવી…
કહેવાય છે કે દિનપ્રતિદિન માણસાઈ અને પ્રમાણીકતા મરી રહી છે પરંતુ આ બધા વચ્ચે હજુ પણ ઘણા પ્રમાણિકતા અને માણસાઈના ઉદાહરણ સામે આવે છે. જેમાં આવો જ એક દાખલો આજે વાંકાનેર શહેરમાં સામે આવ્યો છે જેમાં એક નોકરિયા યુવાન પેઢીના પૈસા લઈ અને બેંકમાં જમા કરાવા જતી વખતે રસ્તામાં તેના રૂ. 50,000 પડી જતાં યુવાન હેરાન પરેશાન થઈ ગયો હતો પરંતુ આ પૈસા વાંકાનેર શહેર પોલીસ જવાન આસીફભાઈ અને એક વૃદ્ધને રસ્તામાં મળતાં બંનેએ પ્રમાણિકતા દાખવી અને આ રકમ તેના મુળ માલીકને પરત કરી હતી…
વાંકાનેરની એક પેઢીમાં નોકરી કરતાં સામાન્ય પરિવારના યુવાન વિરલભાઈ રાજગોર આજે સવારે પેઢીના પૈસા બેંકમાં જમા કરાવા જતા હોય જે દરમિયાન રસ્તામાં થેલીમાંથી 50,000 ની રોકડ રકમ પડી જતાં યુવાન હેરાનપરેશાન થઈ ગયો હતો. આ રકમ રસ્તામાં વાંકાનેર શહેર પોલીસમાં ફરજ બજાવતા આસીફભાઈ બારેજીયા અને રાહદારી વૃદ્ધ સનાતનભાઈ કલ્યાણીને મળતાં બંનેએ આ રકમ તેના મુળ માલીકને પરત કરી પ્રમાણિકતા નું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું….
ચક્રવાત ન્યુઝ અને ટીમ પ્રમાણિકતા દાખવનાર પોલીસ જવાન આસીફભાઈ બારેજીયા અને રાહદારી વૃદ્ધ સનાતનભાઈ કલ્યાણીના આ કાર્યને બિરદાવી બંનેને અભિનંદન પાઠવે છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EDrEarSL9YFCHucMHVvFvN