વાંકાનેર શહેરની શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલય દ્વારા છેલ્લા બે વર્ષથી ઓનલાઇન શિક્ષણ ન લઇ શકતા બાળકો માટે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે જેમાં શાળા એ મંદિર સુત્રને ઉલટાવી મંદિર એ જ શાળા મુજબ હાલ લોકડાઉનમાં જ્યારે શાળા બંધ છે ત્યારે વાંકાનેર ગાયત્રી મંદિર ખાતે બાળકીઓને પ્રત્યક્ષપણે શિક્ષણ આપવાનો નવો અભિગમ અપનાવ્યો છે…

કોરોના મહામારીમાં વિદ્યાર્થીઓ શિક્ષણથી દુર થઇ રહ્યા છે. જેમાં શાળાઓ દ્વારા ઓનલાઇન શિક્ષણ તો શરૂ કરાયું છે પરંતુ દરેક વાલી માટે વિદ્યાર્થીને ઓનલાઇન શિક્ષણ આપવું પરવડે તેમ નથી કારણ કે જે વાલીને બે થી ત્રણ બાળકો હોય તો દરેકને mobile phone આપી શકાય તેવી સ્થિતિ નથી તે માટે એલ. કે સંઘવી શાળાના આચાર્ય દર્શનાબેન જાની,

ટ્રસ્ટી અમરશીભાઈ મઢવી અને વિનુભાઈ રુપારેલીયા દ્વારા વિદ્યાર્થીનીઓના શિક્ષણ અંગેની ચિંતા વ્યક્ત કરતાં, આ પડકારને શાળાના શિક્ષકો તેમજ આચાર્યે ઉપાડી વિદ્યાર્થીનીઓના શિક્ષણ માટે નવી પહેલ શરૂ કરી દર શનિવારે અલગ-અલગ વિષયના આચાર્ય બહેનો દ્વારા શહેરના ગાયત્રી મંદિર ખાતે જઈ અને વિદ્યાર્થીઓને બે કલાક શિક્ષણ આપવાનું શરૂ કર્યું છે…

આ પ્રક્રિયા દરમ્યાન વિદ્યાર્થીનીઓના વાલી ત્યાં આવી બાળકોને મૂકી જાય અને સરકારની તમામ એસઓપીના પાલન સાથે બાળકને શિક્ષણ મળે તેવું આયોજન શાળા દ્વારા કરવામાં આવ્યું છે…

જે વિદ્યાર્થીનીઓની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેમજ ઓનલાઇન શિક્ષણ માટે મોબાઈલની અનુકૂળતા ન હોય છતાં તેમને દરેક પ્રકારે શાળાએ આયોજન કરવામાં મદદ કરવા તૈયાર દર્શાવી છે. મંદિર એ જ શાળા પ્રોજેક્ટ અંતર્ગત તમામ વિદ્યાર્થીઓને શાળાના બે શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ સાથે જ આચાર્ય દ્વારા ધો. 9-10-12ની બાળાઓ માટે કસોટી નું પણ આયોજન કરી આગળના ધોરણનું મૂલ્યાંકન કરવામાં આવશે…

શાળાએ શરૂ કરેલ આ નવા અભિગમ અંતર્ગત આજે વિદ્યાર્થિનીઓએ બે કલાક સુધી માતાજીના સાનિધ્યમાં અને પ્રાકૃતિક માહોલમાં શિક્ષણ આપવામાં આવ્યું હતું. વાંકાનેરના પ્રખર શિક્ષણવિદ અને સંસ્થાનિ પ્રમુખ લલિતભાઈ મહેતા દ્વારા શાળાની કોઈપણ બાળકી શિક્ષણથી વંચિત ન રહે તેવા પ્રયાસો અંતર્ગત આ શક્ય બન્યું છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN

 

error: Content is protected !!