ચક્રવાતના અહેવાલ બાદ પણ ખનીજચોરી દિવસ-રાતના ચાલું રખાઇ, સ્થાનિક અને ઉચ્ચતંત્રને મુઠ્ઠીમાં કરીને ચાલતી ખનીજચોરી : સરકારી તિજોરીને દરરોજનો લાખો-કરોડો ધુંબો કોના ઇશારે ચાલી રહ્યો છે ? આ ખનીજચોરી બાબતે પગલા લેવાશે કે કેમ ?
ટંકારા તાલુકાના જબલપુર ગામનાં સરકારી ખરાબા સર્વે નંબર 119 માં વિપુલ પ્રમાણમાં માટી-મોરમ સહિતનો કિંમતી ખનીજનો જથ્થો હોવાના કારણે ખનીજ માફિયાઓ આ સંપત્તિ લુંટવા મેદાને પડયા છે. ખનીજ માફિયાઓ દ્વારા આ સરકારી ખરાબામાંથી હિટાચી અને જેસીબી જેવા આધુનિક મશીનો દ્વારા ખનીજચોરી શરૂ કર્યા બાબતે ચક્રવાત મિડિયા સમુહ દ્વારા આ ખનીજચોરીના ફોટા સાથે અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ પણ ખનીજચોરી દિવસ રાત ચાલું રાખાવામાં આવી છે જેનો સીધો મતલબ સ્થાનિક અને ઉચ્ચ તંત્રની આ ખનીજ માફિયાઓ સાથે મિલિભગત સ્પષ્ટ થાય છે…
આ ખનીજચોરી બાબતે સ્થાનિક નાગરિકો દ્વારા જવાબદાર ખાણ ખનીજ વિભાગ-મોરબીને ટેલિફોનિક જાણ કરવા છતાં અને અખબારી અહેવાલો બાદ પણ તમામ સરકારી ખાતાઓ પોતાની મુઠ્ઠીમાં હોય તેમ નફ્ફટ બની ખનીજ માફિયાઓ દ્વારા અહિં ચાલતી ખનીજચોરી યથાવત રાખવામાં આવી છે. શું ભાજપ સરકારનો સબકા સાથ, સબકા વિકાસ સુત્ર આ ખનીજ માફિયા માટે સાર્થક થઇ રહ્યું છે કે શું ?
સરકારી સંપત્તિની રખેવાળી અને વ્યવસ્થા માટે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા મથકોએ જીઓ-૧ના હેડ નીચે ખાણ ખનીજ વિભાગ કાર્યરત કરાયું છે, જેનું કામ જીલ્લામાં અપાયેલ લીઝ સહિતના કામો માટે વ્યવસ્થા સાંભળવાનું અને મંજુરી વગર ચાલતી ગેરકાયદેસર ખનીજ ચોરી અટકાવી બાબતે કાયદાકીય કાર્યવાહી કરવાનું હઘય છે પરંતુ મોરબી જિલ્લાના ખાણ ખનીજ વિભાગના પેધી ગયેલ અધિકારીઓ પોતાની એસી ઓફિસમાં બેસી અને સરકારી ગાડીમાં ફરીને ફક્ત તમાસો જોવાનું કામ કરી રહ્યા છે. જીલ્લામાં ખુલ્લેઆમ ચાલતી ખનીજ ચોરી અને ખનીજ ચોરીના અખબારી અહેવાલો બાદ પણ કોઇ તપાસ કે કાર્યવાહી ન કરવા પાછળનું કારણ માત્ર ને માત્ર મીલીભગત અથવા રાજકીય દબાણ હેઠળ ચૂપકીદી જ હોવું જોઈએ. શાસક પક્ષના તેમજ રાજકીય માંધાતાઓના ઈશારે નાચતાં અને ડાન્સ કરતાં સરકારી અધિકારીઓ ક્યાં સુધી સરકારી સંપત્તિ લુંટવાતા રહેશે ?
બાબતે સ્થાનિક પોલીસ તંત્ર પણ આ ખનીજચોરી માટે ભારોભાર જવાબદાર ગણી શકાય કારણ કે અહિં ચાલતી ખનીજચોરી અટકાવવાની જવાબદાર પોલીસ તંત્રના માથે પણ હોય છે. આ સાથે જ તાલુકા હેડે બેઠેલ મામલતદારશ્રી પણ રેવન્યુ અધિકારીઓનો હોદ્દો ધરાવતા હોવા છતાં આ ખનીજચોરી બાબતે આંખ આડા કાન કરી રહ્યા છે. બાબતે ચક્રવાત મીડિયા ગ્રુપ દ્વારા આ જબલપુર ગામનાં ખરાબામાં થતી ખનીજ ચોરી અટકાવવા સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને આગામી સમયમાં જો જવાબદાર તંત્ર દ્વારા આ ખનીજચોરી અટકાવી યોગ્ય પગલાં લેવામાં નહીં આવે નફ્ફટ તંત્ર અને અધિકારીઓના કાન આંબળવા માટે પોતાના સ્ટાફના જીવના જોખમે અહિં ચાલતી ખનીજચોરીનું લાઈવ પ્રસારણ કરી સરકારી અધિકારીઓની પડદા પાછળની કામગીરીનો પર્દાફાશ કરવામાં આવશે….
To be continue…
સમગ્ર મોરબી જિલ્લાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly