વાંકાનેર તાલુકાના હોલમઢ ગામે ખૂન કા બદલા ખૂન છ આરોપીઓ સામે ગુન્હો નોંધી વાંકાનેર તાલુકા પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં પોલીસ દ્વારા ચાર આરોપીઓ તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરને ઝડપી લીધા હતા જે બાદ પોલીસ દ્વારા આ હત્યા પ્રકરણમાં મુખ્ય આરોપી સહિતના ચાર ઇસમોને કોર્ટમાં રજુ કરતા કોર્ટ દ્વારા તેમના ચાર દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મહિકાથી હોલમઢ ગામ તરફ જવાના રસ્તા પર ગત તા. 20ના સાંજના સમયે ભાઈની હત્યાનો બદલો લેવા આરોપીઓએ બે યુવાન પર છરી, ધોકા-પાઈપ વડે હિચકારો હુમલો કરી અને રાહુલ આહીર નામના યુવાનની રહેંસી હત્યા તેમજ નીતિનને ઈજાઓ પહોંચાડી હતી જે બાદ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા જે પ્રકરણમાં પોલીસે ત્રણ અજાણ્યા શખ્સો સહીત છ આરોપીઓ સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી જે હત્યા પ્રકરણમાં પોલીસ દ્વારા ચાર શખ્સો અને એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને ઝડપી લીધા હતા…
જે બાદ આ હત્યા પ્રકરણમાં આરોપીઓ એજાજ ઉર્ફે અજુ હનીફ પાયક, સોહિલ નુરમામદ મેમણ, નીજમુદીન નુરમામદ હોથી અને જુમાશા નુરશા શાહમદાર (રહે. ચારેય રાજકોટ)ને પોલીસે આજે કોર્ટમાં રજુ કરતા કોર્ટે ચારેય આરોપીઓના ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર મંજૂર કર્યા હતા…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f