મુસ્લિમો માટે મહત્વના અને કઠીન એવા દસ દિવસના એતેકાફ(એકાંતવાસ) સાથે માત્ર આઠ વર્ષની ઉંમરમાં અરણીટીંબા ગામની સહકારી મંડળીના મંત્રીશ્રી ફારૂકભાઈ બાદીના પુત્ર નૌમાન બાદીએ 22 રોજા રાખી ખુદાની અનેરી બંદગી કરી….
વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામની સહકારી મંડળીના મંત્રીશ્રી ફારૂકભાઈ બાદીના આઠ વર્ષીય પુત્ર નૌમાન બાદીએ માહે રમજાનુલ મુબારક મહિનાના આખરી દસ દિવસ પોતાના ઘરે એતકાફ કરી ખુદાની અનેરી બંદગી કરી હતી. મુસ્લિમો માટે મહત્વના અને કઠીન એવા રમઝાન માસના છેલ્લા દસ દિવસના એતેકાફ(એકાંતવાસ) જેમાં મુસ્લિમ બિરાદરો દસ દિવસ સુધી એકાંતવાસ સાથે દુનિયાથી પડદો કરી રોજા સાથે ખુદાની બંદગી કરે છે જેમાં માત્ર આઠ વર્ષની નાની ઉંમરમાં નૌમાન બાદીએ તમામ નીતિનિયમો સાથે એતેકાફ પુરા કરી અને રમઝાન માસના 22 રોઝા રાખી અલ્લાહ બંદગી કરી હતી…
માત્ર આઠ વર્ષની ઉંમરમાં અંત્યત કઠીન એવા રોજા અને એતેકાફ(એકાંતવાસ) કરી અરણીટીંબા ગામના નૌમાન બાદીએ મોટેરાઓને પ્રેરણા આપી હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f