વાંકાનેર શહેરની ઐતિહાસિક શાહબાવા દરગાહ ખાતે દર વર્ષે રમઝાન ઈદના બીજા દિવસે ઉર્ષ શાનો સોકતથી શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી છે પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે ગત વર્ષની માફક આ વર્ષે પણ ઉર્ષની ઉજવણી મોકૂફ રાખવામાં આવી છે જેમાં તમામ અકિદત મંદોને ઉર્ષ સાદગીથી ઉજવવા માટે શાહબાવા ટ્રસ્ટ ચેરમેન અને વાંકાનેર મામલતદાર દ્વારા અપીલ કરવામાં આવી છે…
વાંકાનેર વિસ્તારના નાગરિકો માટે આસ્થા અને હિન્દુ-મુસ્લિમ કોમી એકતાના પ્રતિક એવા હઝરત શાહબાવા(ર.અ.)નો ઉર્ષ દર વર્ષે રમજાન ઈદનાં બીજે દિવસે ઊજવવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના ગાઈડલાઈન મુજબ ઉજવણી મોકૂફ રાખવામાં આવી છે. જેમાં ઉર્ષ નિમિત્તે માત્ર સંદલ ચડાવવાની વિધિ કોરોના ગાઈડલાઈન મુજબ કરવામાં આવશે….
તમામ અકિદત મંદોને ખાસ અપિલ…
આ સાથે જ આ વર્ષે ઉર્ષનો ફાળો પર કરવામાં આવશે નહીં તેમ છતાં જો કોઈએ ફાળો આપવો હોય તો શાહબાવા દરગાહ ખાતે રાખવામાં આવેલ ટ્રસ્ટની તેજુરી અંદર રકમ નાખવી. અને કોઈપણ વ્યક્તિના હાથમાં શાહબાવા ઉર્ષની રકમ કે ફાળો આપવો નહીં…
ટ્રસ્ટના ચેરમેન દ્વારા વાંકાનેરના નાગરિકોને ધાર્મિક અપિલ કરતાં જણાવાયું છે કે હાલ દરગાહે વધુ માત્રામાં ચાદર(શોળ) ભેગી થયેલ હોય તો જેનો પણ નિકાલ કરવામાં આવવાનો હોય જેથી તમામ અકિદત મંદોને વિનંતી કરવામાં આવી છે કે જો કોઈ ને પણ ચાદર ચડાવવાની મન્નત હોય તો તેના બદલે શાહબાવાના નામની ચાદરની રકમ કોઈ બિમાર કે ગરીબોને આપી મદદ કરવી. તેમજ ઉર્ષના દિવસ વધુ સંખ્યામાં નાગરિકોએ દરગાહ ખાતે ભેગું ન થવું….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f