
કહેવાતાં ભાજપના રાજકીય આગેવાન તથા પાટીદાર અગ્રણીના પુત્ર સહિતના આરોપીઓને કોણ બચાવી રહ્યું છે ?

વાંકાનેર શહેર નજીક આવેલા વઘાસિયા પાસે ચાલતા નકલી ટોલનાકા પ્રકરણ મામલે હવે પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. જેમાં આ કેસમાં આરોપીઓ વિરુદ્ધ પોલીસ પોતે ફરીયાદી બની ફરીયાદ દાખલ કરી તેના ત્રણ દિવસ બાદ પણ હજુ આ મામલે એકપણ આરોપીની પોલીસે હજુ ધરપકડ કરી નથી, જે સામાન્ય નાગરિકોના મનમાં અનેક શંકા-કુશંકા ઉપજાવી રહી છે…

વઘાસીયા નકલી ટોલનાકા પ્રકરણ મામલે કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી હોય, જેમાં આ ગેરકાયદે ટોલનાકાથી કેન્દ્ર સરકારને કરોડોનું નુકસાન થયું છે. બાબતે એસઆઈટીની રચના જરૂર કરાઈ છે, પરંતુ સવાલતો એ ઉભા થઇ રહ્યા છે ,કે કરોડોનો ચૂનો લગાવનાર અને જાહેરમાં આ પ્રકારે નકલી ટોલનાકા ચલાવનારા કહેવાતા રાજકીય આગેવાન આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસને હજુ સુધી કેમ સફળતા મળી નથી, આ તમામ આરોપીઓને કોણ બચાવી રહ્યું છે ?

જે તમામ મુદ્દે તમામ આરોપીઓ પર ક્યાંકને ક્યાંક સરકારનો હાથ ફરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે સ્વાભાવિક રીતે પોલીસ કેટલી સારી રીતે કાર્યવાહી કરી શકશે તેને લઈને પણ ચર્ચાએ જોર પકડ્યું છે. ચર્ચા તો એ વાતની પણ થઇ રહી છે કે, આ કાંડમાં સંડોવાયેલ પાટીદાર આગેવાન પુત્ર તથા રાજકીય ઓથ ધરાવતા નેતાના ભાજપના સાથેનાં સંબંધોના કારણે પોલીસ આરોપીને પકડવામાં વિલંબ કરી રહી છે તેવું લાગી રહ્યું છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV
