વાંકાનેર તાલુકાના સિંધાવદર અને ખીજડીયા ગામના બોર્ડ વચ્ચે લિંબાપરા નજીક એક ટ્રક અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જે બનાવમાં બેદરકારી દાખવી પોતાનું વાહન ચલાવી અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામથી ખીજડીયા ગામના બોર્ડ વચ્ચે લિંબાપરા નાલાથી આગળ રાજકોટ-વાંકાનેર રોડ પર એક ટ્રક નં. GJ 01 CU 1676ના ચાલકે બેદરકારી દાખવી ત્યાંથી પસાર થતા બાઈક નં. GJ 03 CD 9464 ના ચાલકને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક ચાલક અશોકભાઈ વિહાભાઇ અઘારા (ઉ.વ. 38, રહે. ખખાણા)ને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જે બનાવમાં ઈજાગ્રસ્તે ટ્રક ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક સામે આઇપીસી કલમ 279, 337, 338 તથા એમ.વી. એક્ટ 177, 184, 134 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV