વાંકાનેર તાલુકાના જેતપરડા રોડ પર આવેલ એક સિરામિક કારખાનામાં કામ કરતી વેળાએ ઉંચાઈ પરથી નીચે પટકાતાં એક યુવાનનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જેતપરડા રોડ ઉપર આવેલ મલ્ટીસ્ટોન સિરામિક ફેકટરીમાં કારમ કરતાં સુનિલકુમાર જીતનભાઈ મીન (ઉ.વ. ૨૩) નામનો યુવાન ફેક્ટરીમાં કામ કરતાં અકસ્માતે ઉંચાઈ પરથી નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તપાસી તેને મૃત જાહેર કર્યો હતો, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV

error: Content is protected !!