8:30 કલાકે 15 મીનીટના મીની વાવાઝોડાએ તબાહી મચાવી, સમગ્ર વિસ્તારમાંથી નુકસાનીના સમાચાર સામે આવી રહ્યા છે….

ગુજરાતના હવામાન વિભાગ દ્વારા મંગળવાર સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હોય, જે મુજબ આજે વહેલી સવારે વાંકાનેર શહેર અને આજુબાજુના વિસ્તારોમાં કમોસમી વરસાદ અને બરફના કરા સાથે ભારે તારાજી મચાવનાર મીની વાવાઝોડુ ત્રાટક્યું હતું, જેના કારણે ઠેર ઠેર નુકસાનીના સમાચારો સામે આવી રહ્યા છે…

બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર વિસ્તારમાં આજે વહેલી સવારે જોરદાર ગાજવીજ અને બરફના કરા સાથે મીની વાવાઝોડુ ત્રાટક્યું હતું, જેના કારણે ઠેરઠેર વૃક્ષો પડી જવા, વાહનોમાં નુકસાની, કાચા પતરાના શેડ ઉડી જવા તથા તેમાં નુકસાની પહોંચવા સહિતની નુકસાનીઓના સમાચારો મળી રહ્યા છે, જે દરેક સમાચારો ચક્રવાત ન્યુઝ દ્વારા આપની સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV

error: Content is protected !!