વાંકાનેર તાલુકા પંચાયત કચેરી ખાતે આજરોજ નવનિયુક્ત કારોબારી સમિતિની પ્રથમ બેઠક કારોબારી ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેરની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં વાંકાનેર તાલુકાના વિકાસને વેગ આપવા માટે વિવિધ કામોને બહાલી આપવામાં, ગ્રામ પંચાયતના સ્વભંડોળમાંથી ખર્ચની મંજુરી, ઓરિયા ધોરીયાની આવેલ અરજીઓની બહાલી,

વિદ્યાર્થીઓના નામ-અટકમાં સુધારા તથા ડેડ સ્ટોક રદ કરવા બાબતના કામો અંગે ચર્ચા વિચારણા કરી વિવિધ વિકાસલક્ષી કામોને બહાલી આપવામાં આવી હતી. આ સાથે જ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સૌપ્રથમ વાંકાનેર તાલુકા પંચાયત કચેરી ખાતેથી જ તાત્કાલિક પંચાયત ગ્રાઉન્ડની સાફ સફાઈ પણ કરવામાં આવી હતી….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV

error: Content is protected !!