વાંકાનેર શહેરની દોશી કોલેજ પાસેથી પાંચેક વર્ષ પહેલાં એક બાઇકની ચોરી કરવામાં આવી હોય, જે બનાવમાં મોરબી એસ.ઓ.જી. ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે બાઇક ચોરી કરનાર આરોપીને મોરબી નજીક ખાતેથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરની દોશી કોલેજ નજીક રોડ પરથી આશરે પાંચેક વર્ષ પહેલાં એક હિરો સ્પ્લેન્ડર બાઇક નં. GJ 36 N 3423 ની ચોરી કરવામાં આવી હોય, જે બનાવમાં મોરબી એસઓજી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે મોરબીના ન્યુ ફ્લોરા બંગ્લોઝ ડી-માર્ટ સામેથી આરોપી પંકજભાઈ રમેશભાઇ સિંચણાદા (ઉ.વ.૨૧, રહે. સો-ઓરડી મેલડી માતાના મંદીર સામે, મોરબી)ને ચોરીમાં ગયેલ મુદ્દામાલના મોટર સાયકલ સાથે ઝડપી પાડી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV

error: Content is protected !!