વાંકાનેર શહેર નજીક રાતીદેવરી ગામ તરફ જતા જડેશ્વર રોડ ઉપરથી પસાર થતા એક એક્ટિવા મોટર સાયકલ આડે અચાનક ખુંટીયો આવી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક આધેડને ગંભીર ઈજાઓ પહોંચતા મોત થયું હતું…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના આરોગ્યનગર ખાતે રહેતા મુકેશભાઇ ભવાનભાઈ મદ્રેસણીયા (ઉ.વ. 54) પોતાનું એક્ટિવા મોટરસાયકલ નં. GJ 36 J 3224 લઇને રાતીદેવરી ગામ‌ તરફ જડેશ્વર રોડ પર પસાર થઈ રહ્યા હોય દરમ્યાન તેમના એક્ટિવા આડે અચાનક ખુંટીયો ઉતરતા ચાલકે મોટર સાયકલ ઉપરથી કાબુ ગુમાવી દેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક મુકેશભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની ગોકુલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતાં, આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV

error: Content is protected !!