પોલીસે ફરાર મુખ્ય આરોપીને સાત દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે ત્રણ દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા…
વાંકાનેર તાલુકાના કેરાળા ગામ ખાતે બેસતા વર્ષના દિવસે એક આધેડ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી બે શખ્સો નાસી છૂટ્યા હોય, જે બનાવમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હોય અને એક વૃદ્ધ આરોપી પોલીસના હાથમાં આવે તે પહેલાં જ ફાયરિંગનો ભોગ બનનાર પક્ષના ચાર લોકો દ્વારા વઘાસિયા નજીક વૃદ્ધ પર હુમલો કરી બેફામ માર મારતાં ઈજાગ્રસ્ત 65 વર્ષિય વૃદ્ધ લાખાભાઈ ગોરાભાઈ બાંભવાનું સારવાર દરમિયાન મોત થતાં બનાવ હત્યામાં પલટાયો હતો…
આ બનાવમાં વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ગતરાત્રીના ફરાર મુખ્ય આરોપી નથુભાઈ ભગાભાઈ ગોલતર (રહે. કેરાળા, તા. વાંકાનેર)ને ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર માર્કેટીંગ યાર્ડ નજીકથી ઝડપી લીધો હતો, જે આરોપીને આજે સાત દિવસના રિમાન્ડની માંગણી સાથે વાંકાનેર કોર્ટમાં રજૂ કરતાં નામદાર કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરતા હાલ આ બનાવની વધુ તપાસ વાંકાનેર સીટી પીઆઇ પી. ડી. સોલંકી સહિતની ટીમ દ્વારા ચલાવી અન્ય ફરાર આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV