વાંકાનેર સિટી પીઆઇને મૌખિક રજૂઆત કરી કોઈ અનિચ્છનિય બનાવ બને તે પુર્વે જ ફરાર આરોપીઓને ઝડપી લેવા માંગ….
વાંકાનેર તાલુકાના કેરાળા ગામ ખાતે બેસતા વર્ષના દિવસે એક આધેડ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી બે શખ્સો નાસી છૂટ્યા હોય, જે બનાવમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હોય અને એક વૃદ્ધ આરોપી પોલીસના હાથમાં આવે તે પહેલાં જ ફાયરિંગનો ભોગ બનનાર પક્ષના ચાર લોકો દ્વારા વઘાસિયા નજીક વૃદ્ધ પર હુમલો કરી બેફામ માર મારતાં ઈજાગ્રસ્ત 65 વર્ષિય વૃદ્ધ લાખાભાઈ ગોરાભાઈ બાંભવાનું સારવાર દરમિયાન મોત થતાં બનાવ હત્યામાં પલટાયો હતો…..
આ હત્યાના બનાવમાં આરોપી નથુભાઈ ભગાભાઈ ગોલતર અને ત્રણ અજાણ્યા શખ્સો હુમલો કરી નાસી ગયાં હોય, જે બનાવના ચાર દિવસ બાદ પણ ફરાર આરોપીઓ પોલીસ પકડથી દુર હોય, જેથી આજે આ બનાવમાં માલધારી સમાજના આગેવાનો સિટી પોલીસ સ્ટેશન ખાતે પહોંચી અને આ હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને પોલીસ તાત્કાલિક ધોરણે પકડી પાડે, જેથી હજુ બીજી કોઈ અનિચ્છનિય ઘટના બનતી અટકાવી શકાય, તેવી મૌખિક રજૂઆત પીઆઇ પી. ડી. સોલંકી સમક્ષ કરી હતી…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV