
છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં હાર્ટએટેક મોતના બનાવો સતત વધી રહ્યો છે, જેમાં બાબતે સરકારએ પણ આ મુદ્દે ગંભીરતા દાખવી છે, ત્યારે વાંકાનેર ખાતે હાર્ટ એટેકથી વધુ એક નાગરિકનો ભોગ લેવાયો છે, જેમાં શહેરના માર્કેટ ચોક ખાતે ઇલેક્ટ્રોનિકની દુકાનમાં હાર્ટ એટેકથી આધેડનું મોત થયું હોવાનું સામે આવ્યું છે…


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરની હવેલી શેરીમાં દરબારગઢ ખાતે રહેતા તરૂણસિંહ ખોડુભા (ઉ.વ. 53) નામના આધેડને શહેરના માર્કેટ ચોક ખાતે નાનાલાલ આઇસ્ક્રીમની બાજુમાં ઇલેક્ટ્રોનિકની દુકાનમાં હાર્ટએટેક આવી જતા તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ ઉપરના તબીબે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા. જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf