
પોતાની ઓળખથી બીજા શખ્સને હપ્તેથી મોબાઇલ લઇ આપ્યા બાદ હપ્તા ન ભરતા શખ્સને સમયસર હપ્તા ભરવાનું કહેતા યુવાનને બે શખ્સોએ લમધારી નાંખ્યો…

વાંકાનેર શહેર નજીક વઘાસીયા ટોલનાકા પાસે ટ્રાન્સપોર્ટની ઓફિસ ધરાવતા ટ્રાન્સપોર્ટરે પરિચિતને હપ્તે મોબાઈલ લઇ આપ્યા બાદ આ શખ્સ મોબાઈલના હપ્તા ન ભરતો હોવાથી નિયમિત હપ્તા ભરવાનું કહેતા બે શખ્સોએ ટ્રાન્સપોર્ટરને મધ્યરાત્રીએ ઓફિસે બોલાવી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક વઘાસીયા ટોલનાકા પાસે શિવકુર્પા ટ્રાન્સપોર્ટ નામની ઓફિસ ધરાવતા ફરિયાદી હાર્દીકભાઇ વાસાભાઇ સોલંકી (રહે. વૃંદાવન પાર્ક, વાંકાનેર)એ વાંકાનેર સાટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીએ તના પરિચિત આરોપી કીશોરભાઇ ધાનાભાઇ ચાવડા (રહે. પોરબંદર)ને અગાઉ હપ્તેથી મોબાઈલ લઈ દીધો હોય, પરંતુ આરોપી કિશોરભાઈ મોબાઈલના હપ્તા ભરતો ન હોય જેથી તેને નિયમિત હપ્તા ભરવા કહ્યું કહેતા બાબતે સારૂં નહીં લાગતાં આરોપીએ જગાભાઇ લક્ષ્મણભાઇ ચાવડાએ ફરિયાદી હાર્દીકભાઇને રાત્રીના દોઢ વાગ્યે ફોન કરી ટ્રાન્સ્પોર્ટને લાગતું કામ હોય તેમની ઓફિસે બોલાવી,

આરોપી જગાભાઇ લક્ષ્મણભાઇ ચાવડા અને કીશોરભાઇ ધાનાભાઇ ચાવડાએ ‘ તું કેમ પૈસાની ઉઘરાણી કરે છે ? ‘ તેમ કહી ફરિયાદીને લાકડી વડે માર માર્યો હતો, બાદમાં હાર્દિકભાઈ પોતાની કાર લઈને જતા રહેતા ફરી આરોપીઓએ કારમાં પીછો કરી ટોલનાકા નજીક આંતરી આજે તો તું બચી ગયો હવે પૈસાની ઉઘરાણી કરીશ તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપતા બાબતે ફરિયાદીએ બંને શખ્સો સામે વાંકાનેર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf