વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે મુખ્ય બજારમાં રહેણાંક મકાનના દબાણ મામલે અરજી કરવામાં આવી હોય, જે બાબતે તલાટી અને સર્કલ ઓફિસર માપણી કરવા આવેલ હોય ત્યારે બે પરિવારો વચ્ચે છૂટાહાથની મારામારી થતા બાબતે બંને પક્ષોએ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી છે….

બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે રહેતા ઉસ્માનભાઇ ફતેહભાઇ કડીવારએ આરોપી ૧). હાજીભાઇ સાજીભાઇ ચારોલિયા, ૨). હનીફભાઇ ફતેહભાઇ ચારોલિયા, ૩). હબીબભાઇ ફતેહભાઇ ચારોલિયા અને ૪). ગુલાભાઇ ઉસ્માનભાઇ (રહે.બધા લીંબાળા) સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીએ આરોપીઓ વિરુદ્ધ જમીન માપણી અંગે અરજી કરી હોય, જેથી જમીન માપવા તલાટી અને સર્કલ આવતા બાબતે આરોપીઓને સારૂ નહીં લગતા લોખંડનો પાઇપ, લાકડી વડે ફરિયાદી પર હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી…

આ બનાવમાં સામાપક્ષે લીંબાળા ગામે રહેતા ફરિયાદી ગુલામમુસ્તુફાભાઈ ઉસ્માનભાઈ ચારોલીયાએ આરોપી ૧). રોશનબેન ઉસ્માનભાઈ કડીવાર, ૨). ઉસ્માનભાઈ ફતેહભાઈ કડીવાર, ૩). ઈદ્રીશભાઈ ફતેશભાઈ કડીવાર તથા ૪). મુસ્તાકભાઈ ઉસ્માનભાઈ કડીવાર સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના ઘર પાસે તલાટી તેમજ સર્કલ ઓફિસર જમીનની માપણી કરતા હોય ત્યારે ફરિયાદી ત્યાં ઉભા રહેતા આરોપીઓએ તારું મકાન પડાવી જ નાખવું છે, કહી લાકડી વડે માર મારી હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી, જેથી આ બનાવમાં પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf

error: Content is protected !!