એલ.સી.બી. ટીમે રાજસ્થાનના આરોપીને અમદાવાદ ખાતેથી ઝડપી લીધો…

વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહિબીશનના ગુનામાં છેલ્લા 12 વર્ષથી નાસતા ફરતા આરોપીને ચોક્કસ ખાનગી બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે અમદાવાદ ખાતેથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસમાં નોંધાયેલ પ્રોહિબીશન ગુના નં. ૫૧૬૨/૨૦૧૧ માં છેલ્લા 12 વર્ષથી ફરાર આરોપી હમીરસિંહ કેસરીસિંહ રાઠોડ (ઉ.વ. ૪૨, રહે. ચીબોડા, વાગાવત, રાજસ્થાન)ને અમદાવાદના મણિનગર વિસ્તારમાંથી ઝડપી પાડી આરોપીઓ વાંકાનેર તાલુકા પોલીસ હવાલે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf
