વાંકાનેર તાલુકાના જૂની કલાવડી ગામના વતની અને હાલ ઉપલેટા ખાતે આવેલ મુસ્લિમ હાઇસ્કુલ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા ગુલાબહુસેન જલાલભાઈ માણસિયાનું ગતરાત્રીના ધોરાજી નજીક ઉપલેટા રોડ પર રોયલ ગર્લ્સ સ્કુલ સામે પાણીના ટાંકા પાસે કાર અને બાઇક વચ્ચે સર્જાયેલ ગંભીર અકસ્માતમાં મોત થયું હતું….

મૃતક ગુલાબહુસેન માણસિયા એક કર્મનિષ્ઠ સારા શિક્ષક હોય જેની અણધારી વિદાયથી સમાજમાં હંમેશા એક સારા શિક્ષકની ખોટ પડી છે. જે મર્હુમની જિયારત આગામી રવિવારે સવારે 08.30 કલાકે જૂની કલાવડી ગામની મસ્જિદ ખાતે રાખવામાં આવી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf
