વાંકાનેર નગરપાલિકા દ્વારા ચાર દિવસ પાણી વિતરણ બંધ કરી સામે વૈકલ્પિક વ્યવસ્થા ન કરતા લોકોમાં રોષ…
વાંકાનેર શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી નગરપાલિકા દ્વારા અત્યંત ડહોળા અને દુષિત પાણીનું વિતરણ કરવામાં આવતું હોય, જેના કારણે શહેરીજનો પર ગંભીર બિમારીનો ખતરો તોળાઇ રહ્યો છે, ત્યારે પાલિકા દ્વારા સફાઇનું બહાનું આગળ ધરી બે દિવસમાં સમસ્યાના હલની વાત કરવામાં આવી હતી, જેને આજે પંદર દિવસ બાદ પણ સમસ્યા જૈસે થે રહી છે. જે બધા વચ્ચે નગરપાલિકા દ્વારા ફરી પાણી વિતરણના સ્થળની સફાઇ કરવા ચાર દિવસ પાણી વિતરણ બંધ રાખવાની જાહેરાત કરતા શહેરીજનોમાં ભારે રોષ ફેલાયો છે..
વાંકાનેર પાલિકા તંત્ર છેલ્લા ઘણા સમયથી સતત વિવાદમાં સપડાયું છે, જેમાં પાલિકા તંત્ર દ્વારા લોકોની સુખાકારી માટે કાળજી લેવામાં આવતી નથી, રસ્તાઓની મરામત કે નવીનીકરણ કરવામા આવતી નથી તેમજ કોઈ જ પાયાની જરૂરિયાત સંતોષવામા પાલિકા તંત્ર નિષ્ફળ નીવડ્યું છે, ત્યારે બેદરકારી અને બે જવાબદારીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં પાલિકા જ્યાંથી પાણી વિતરણ માટે મોટરોથી પાણી ઉપાડે છે, તે પાણીમાં રહેલા ફૂટ વાલ ફરતે સેવાળ જામી ગયો હોવાથી પાણી સાથે સેવાળ તેમજ ડહોળુ પાણી વિતરણ થઇ રહ્યું છે, જેને કારણે લોકોમાં છેલ્લા કેટલાય સમયથી કચવાટ ફેલાયો હતો.
ત્યારે પાલિકા તંત્ર દ્વારા નિયમિત ફૂટ વાલની સફાઈ કામગીરી ન કરવાના કારણે પ્રજાજનો માટે વિતરણ કરવામાં આવતું પાણી બંધ કરવાની નોબત આવી છે. આમ પાલિકાની બેદરકારીને કારણે શહેરમાં ચાર દિવસ તા. ૨૮ થી ૩૧ સુધી પાણી વિતરણ બંધ રહેશે, તેથી દિવાળીના તહેવાર સમયે જ એક બે દિવસ નહિ પરંતુ ચાર દિવસ પાણી વિતરણ બંધ રહેવાથી મહિલાઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે. ત્યારે જોવું રહ્યું કે ચાર દિવસ પાણી વિતરણ બંધ રાખ્યા બાદ પાણી ચોખ્ખું આવશે કે પછી ઘોઘો ડેલે હાથ દઈ આવ્યો તેવી સ્થિતિ સર્જાશે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf