મોમીન સમાજની આસ્થાના પ્રતિક સમા મોમીનશાહ બાવાના ઉર્ષની પરંપરાગત રીતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરાઇ.…
વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના ચંદ્રપુર ગામ ખાતે આજરોજ મોમીન સમાજની આસ્થાના પ્રતિક સમા મહાન સુફી સંત અને મોમીન કોમના રાહબર એવા હઝરત પીર સૈયદ મોમીનશાહ બાવાનો ઉર્ષ મુબારકની પરંપરાગત રીતે આસ્થાભેર ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હજારો અનુયાયીઓની હાજરીમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા…
મોમીનશાહ બાવાના મોટા દિકરા, સજજાદાનશીન અને મોમીન કોમના પીર, રાહબર, ગાદીપતિ અલ્હાજ હઝરત પીર સૈયદ વિઝારતહુશેન બાવા સાહેબના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર ઉર્ષ મુબારકની ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં ગતરાત્રીના તકરીર(બયાન), બાદ આજે સવારે કુર્આન ખ્વાની, ત્યારબાદ ન્યાઝ અને જોહર બાદ બાવા સાહેબના કુટુંબીજનોની હાજરીમાં સંદલ શરીફની પવિત્ર રશમ અદા કરવામા આવી હતી…
ઉર્ષના મુબારક પ્રસંગે સમગ્ર દરગાહ શરીફના કંપાઉન્ડને લાઈટો અને ફુલોથી સણગારવામાં આવી હતી, જેમાં રાત્રીના લાઇટોનું ઝગમગતું અંજવાળું દુરથી પણ ઉડીને આંખે વળગે તેવું આકર્ષક પેદા કરે છે. છેલ્લા બે દિવસથી ચાલતા વિવિધ ધાર્મિક કાર્યક્રમો બાદ આજ સવારથી જ ઉર્ષના છેલ્લા દિવસે હજારો અનુયાયીઓ દરગાહ શરીફની મુલાકાત લઈ રહ્યા છે.…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf