વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના પાડધરા ગામની સીમમાં ચાલતી જુગારની મહેફિલમાં દરોડો પાડત જુગારીઓમાં નાસભાગ મચી હતી, જેમાં પોલીસે સ્થળ પરથી પત્તા ટીચતા ચાર શખ્સોને રૂ. 52,300ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા, જ્યારે અન્ય ચાર શખ્સો પોલીસને જોઈ નાસી ગયા હતા….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે પાડધરા ગામની સીમમાં જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આરોપી ૧). કેશાભાઈ શામજીભાઈ બાવળીયા, ૨). અનિસ ઉર્ફે અનિલ જેસિંગભાઈ ડેણીયા, ૩). ચંદુભાઈ ઉર્ફે વિનોદ કરણાભાઈ ચાવડા અને ૪). ભરતભાઇ ગોવિંદભાઇ મીઠાપરાને રૂ. 53,200 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા….
જ્યારે આ દરોડા દરમિયાન આરોપી ૧). સુરેશભાઈ કેશુભાઈ સાબરીયા, ૨). પરેશ ઉર્ફે પિન્ટુ દામાભાઈ રામાનુજ, ૩). વિપુલ ઉર્ફે લીંબો લખમણભાઈ ડાભી અને ૪). પાંચાભાઈ રૂપાભાઈ રંગપરા નાસી જતા પોલીસે તમામ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર તાલુકા પોલીસ ટીમની આ કામગીરીમાં પીએસઆઇ બી.પી.સોનારા, એએસઆઈ ધર્મેન્દ્રસિંહ જાડેજા, ચમનભાઈ ચાવડા, હેડ કોન્સ્ટેબલ મ્યુરધ્વજસિંહ જાડેજા, કોન્સ્ટેબલ હારિષચંદ્રસિંહ ઝાલા, રવિભાઈ ક્લોત્રા, વિજયભાઈ ડાંગર તેમજ લોક રક્ષક અજયસિંહ ઝાલા સહિતના જોડાયા હતા..
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf