વાંકાનેર શહેર ખાતે તાજેતરમાં જ બસ સ્ટેશનનું નવનિર્માણ કરવામાં આવ્યું છે, જેનું કામ સંપૂર્ણ પૂર્ણ થયું છે, છતાં લોકાર્પણનાં અભાવે પેસેન્જર ભારે હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે સત્વરે નવનિર્મિત બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરી લોકો માટે ખુલ્લું મૂકવામાં આવે તેવી બહુમત નાગરિકોમાં માંગ ઉઠી છે….
બાબતે બસ સ્ટેન્ડનું નિર્માણ કાર્ય પૂરું થયું હોય છતાં માત્ર વાહ વાહીનાં કાર્યક્રમ માટે તૈયાર થઈ ગયેલું બસ સ્ટેન્ડ ખુલ્લું મૂકવામાં આવતું નથી. હાલ પેસેન્જર માટે એસ.ટી. તંત્ર દ્વારા હંગામી ધોરણે વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી અસહ્ય ગરમી અને તડકામાં લોકો નાછૂટકે હેરાન થઈ રહ્યા છે, ત્યારે લોકોની ધીરજ ખૂટી રહી હોય જેથી જો બસ સ્ટેન્ડનું તાત્કાલિક લોકાર્પણ નહિ કરવામાં આવે તો મોરબી વાળી થવાની શક્યતા સેવાઈ રહી છે….
થોડા મહિનાઓ પહેલાં મોરબીમાં એસ.ટી. બસ સ્ટેન્ડ તૈયાર થઈ ગયા બાદ લાંબા સમય સુધી લોકાર્પણનાં કારણે પેસેન્જર હાલાકી ભોગવી રહ્યા હતા, જેના કારણે કોંગ્રેસ દ્વારા લોકાર્પણ કરવામાં આવેલ હતું, ત્યારે હવે વાંકાનેરમાં પણ લોકો અકળાયા હોય અને પ્રજાજનો જાતે જ લોકાર્પણ કરી લોકો માટે ખુલ્લું મુકાય તો નવાઈ નહીં ગણાય…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf