વાંકાનેર મહિલા કાનુની સપોર્ટ સેન્ટર તથા મહિલા પી.એસ.આઇ. સહિતની ટીમે યુવતીને પતિની યાતનામાંથી મુક્તિ અપાવી….
સરકાર દ્વારા રાજ્યમાં મહિલાઓને કાનૂની માર્ગદર્શન સાથે મહિલાઓની સમસ્યાને નિવારવા દરેક જિલ્લા તાલુકા મથકે મહિલા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જેમાં પતિ તેમજ સાસરિયાના ત્રાસમાંથી મુક્તિ મળે તે માટે મહિલા ટીમ કાર્યરત હોય છે, ત્યારે મહિલાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો હતો, જેમાં વાંકાનેરની મહિલાએ ટંકારાના યુવક સાથે પ્રેમલગ્ન કર્યાના એક મહિનામાં જ પતિએ પોત પ્રકાશતા મહિલા દુઃખનાં ડુંગરમાં દબાઈ ગઈ હતી. અને પતિ દ્વારા આપવામાં આવતી અનેક અસહ્ય યાતનાઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો, જેના કારણે તેને પસ્તાવાનો વારો આવ્યો હતો. આવા સમયે પરણિતાએ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરતા વાંકાનેર મહિલા કાનૂની સપોર્ટ સેન્ટર, વાંકાનેર પોલીસ અને ટંકારા પોલીસની ટીમ દ્વારા મહિલાને પતિના ત્રાસથી મુક્તિ અપાવવામાં આવી હતી…
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરના મહિલા કાનૂની સપોર્ટ સેન્ટર ખાતે હેલ્પલાઇન મારફતે ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોતાની વ્યથા જણાવી હતી. જેમાં મહિલાના પ્રેમ લગ્ન થયા બાદ પતિ પારાવાર ત્રાસ ગુજારી એક મહિનામાં અનેક વાર પતિના ત્રાસના કારણે મહિલાએ દુઃખ ભોગવવા પડ્યા હતા. આ અંગેની પોતાની વ્યથા રજૂ કરીને મહિલાએ મદદની માંગ કરી હતી. જેને પગલે વાંકાનેર મહિલા કાનૂની સપોર્ટ સેન્ટરના તેજલબા ગઢવી અને મહિલા PSI ડી. વી. કાનાણીએ ટંકારા પોલીસની ટીમની સાથે ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં મહિલા જ્યાં રહેતી હોય ત્યાં પહોંચી અને પીડિત મહિલાને પતિના ત્રાસમાંથી મુક્ત કરાવી હતી. આ કામગીરીમાં વાંકાનેર મહિલા કાનૂની સપોર્ટ સેન્ટરના તેજલબા ગઢવી, વાંકાનેર પીએસઆઈ ડી. વી. કાનાણી અને ટંકારા પોલીસના કર્મચારીઓ જોડાયા હતા…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf