મોરબી એલસીબી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના મિલપ્લોટ વિસ્તારમાં મચ્છીપીઠ પાસેથી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા બે શખ્સોને વરલી મટકાના સાહિત્ય સાથે રંગે હાથ ઝડપી પાડી, બંને આરોપીઓ સામે વાંકાનેર સિટી પોલીસમાં ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમ દ્વારા વાંકાનેર શહેરના મિલપ્લોટમાં મચ્છીપીઠ પાસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલા આરોપી સીકંદરભાઇ હાસમભાઇ કટીયા અને નરેશભાઇ પ્રેમજીભાઇ બાવરીયા નામના શખ્સોને નશીબ આધારિત આંકડા મોબાઇલ ફોનમાં વોટ્સએપ મેસેન્જરમાં લખી સુરેન્દ્રનગરના રવિ નામના શખ્સ પાસે કપાત કરાવતા રંગે હાથ ઝડપી પાડી આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. 3780 તથા એક મોબાઈલ સહિત કુલ રૂ. 8,780નો મુદામાલ સાથે બંને શખ્સોની ધરપકડ કરી અને સુરેન્દ્રનગરના શખ્સને ફરાર દર્શાવી ત્રણેય વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf