સૌરાષ્ટ્રને મળેલ પહેલી વંદે ભારત ટ્રેનની ભેટનો વાંકાનેરને લાભ મળશે, સવારે 5:30 વાગ્યે શરૂ થતી ટ્રેન 10:10 એ અમદાવાદ પહોંચશે…

સૌરાષ્ટ્રને પહેલી વંદે ભારત ટ્રેનની ભેટ મળી છે, જે જામનગરથી અમદાવાદ વચ્ચે દોડશે, જે ટ્રેનને જામનગરથી અમદાવાદ વચ્ચે છ સ્ટોપ આપવામાં આવ્યા છે, જેમાં જામનગરથી રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી અને અમદાવાદ સુધી વંદે ભારત ટ્રેન દોડશે. સૌરાષ્ટ્રને મળેલી પ્રથમ વંદે ભારત ટ્રેનનું રવિવારે જામનગરના હાપા રેલવે સ્ટેશનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલવે મંત્રી વર્ચ્યુઅલ રીતે જોડાઈ ફ્લેગ ઓફ કરશે. તેમજ વંદે ભારત ટ્રેનને જામનગરના હાપા રેલવે સ્ટેશનથી સાંસદ પૂનમબેન માડમ ફ્લેગ ઓફ આપશે….

વાંકાનેર વાસીઓ માટે આનંદના સમાચારએ છે,‌ કે સૌરાષ્ટ્ર ની પહેલી વંદે ભારત ટ્રેનને વાંકાનેર સ્ટેશન ખાતે સ્ટોપેજનો લાભ મળ્યો છે. જેમાં આવતીકાલ રવિવારના તા.24 થી હાપાથી અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ થશે. આ ટ્રેન વહેલી સવારે 5:30 વાગ્યેથી રવાના થશે અને સપ્તાહમાં છ દિવસ ટ્રેન દોડશે. ત્યારબાદ વંદે ભારત ટ્રેનનું રાજકોટ ખાતે સ્ટોપ વખતે સ્વાગત થશે. તેવી જ રીતે વાકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતીમાં સ્ટોપ સમયે સ્વાગત કરાશે. જ્યારે અમદાવાદ ખાતે ટર્મિનલ સ્વાગત કરાશે.

જામનગરથી 5:30 વાગ્યે ટ્રેન નીકળી રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર વિરમગામ થઈને સાબરમતી સવારે 10:10 કલાકે પહોંચશે. તેમજ ચારથી સાડા ચાર કલાકમાં જ અમદાવાદથી જામનગર અને જામનગરથી અમદાવાદ પહોંચી શકાશે. વધુમાં સાબરમતીથી સાંજે છ વાગે નીકળશે વંદે ભારત એક્સપ્રેસ જે રાત્રીના 10:30 કલાકે જામનગર પહોંચી જશે. તેમજ વંદે ભારત ટ્રેનમાં આઠ કોચ હશે, જે જામનગર સહિત સૌરાષ્ટ્રવાસીઓ માટે ખૂબ જ સારી રીતે અને સમયસર મુસાફરી થઈ શકે તે માટે આશીર્વાદ સમાન પુરવાર થશે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf

error: Content is protected !!