સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા દર વર્ષે ઇન્ટર કોલેજ યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, જેમાં આ વર્ષે ગત રવિવારે યોજાયેલ આ સ્પર્ધામાં વાંકાનેરની દોશી કોલેજના ડૉ.વાય. એ. ચાવડા સાહેબ અને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. એસ. આર. લાવડીયા સાહેબના માર્ગદર્શન હેઠળ ભાઈઓની ટીમ ચેમ્પિયન હતી જ્યારે બહેનોની ટીમ રનર્સ અપ બની છે. આ સાથે જ દોશી કૉલેજના ચાર ભાઈઓ અને એક બહેન એમ કુલ પાંચ વિદ્યાર્થીઓ નેશનલ લેવલ પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટનું પ્રતિનિધિત્વ કરશે…
આ તકે વાંકાનેરની દોશી કોલેજના વિદ્યાર્થી ૧). સરવૈયા આનંદ કનૈયાભાઈ (ગોલ્ડ મેડલ), ૨).યાદવ મિલનકુમાર રાજુભાઈ (સિલ્વર મેડલ), ૩). ગોસ્વામી મેહુલવન અમરવન (બ્રોન્ઝ મેડલ), ૪). આંદોદરિયા ધ્રુવ પ્રવીણભાઈ અને બહેનોમાં ૫). ધુલેટીયા કિરણ કિશોરભાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી નેશનલ લેવલે રમવા માટે જશે. જે બાબત વાંકાનેર અને દોશી કૉલેજ માટે ખુબ જ ગૌરવશાળી ઘટના છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf