વાંકાનેર તાલુકાના તીથવા ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગારધારમ ધમધમતું હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા નવ શખ્સને રોકડ રકમ રૂ. 92,400 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામની બંધારની સીમમાં અરણીટીંબાના સીમાડે આરોપી જાહીરઅબ્બાસ મામદહુશેન ચૌધરી નામના શખ્સ દ્વારા પોતાના કબ્જા ભોગવટાવાળી વાડીની ઓરડીમાં જુગારધામ ચલાવતો હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડી આરોપી ૧). જાહીરઅબ્બાસ મામદહુશેન ચૌધરી, ૨). ઇલ્યાસભાઇ રહીમભાઇ શેરસીયા, ૩). રમેશભાઇ ઉર્ફે ભુપત વીભાભાઇ ફાંગલીયા,
૪). નીજામુદીન અલીભાઇ શેરસીયા, ૫). અહેમદભાઇ હુશેનભાઇ પરાસરા, ૬). માહમદરફીક આહમદભાઇ વકાલીયા, ૭). ભરતસિંહ સજુભા ઝાલા, ૮). બટુકસિંહ ચંપુભા ઝાલા અને ૯). દીવ્યરાજસિંહ દશરથસિંહ જાડેજાને તીનપત્તીનો જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડી જુગારના પટ્ટમાંથી રોકડ રકમ રૂ. 92,400 કબ્જે કરી તમામ આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt