મોરબી ડીડીઓ શ્રી ડી.ડી. જાડેજાના માર્ગદર્શન હેઠળ દબાણો દૂર કરી સરકારી જમીન ખુલ્લી કરાવાઈ…

વાંકાનેર તાલુકાનાં હસનપર ગામ ખાતે આવેલ સરકારી જમીન પર ઘણી બધી જગ્યાએ ગેરકાયદેસર દબાણો કરવામાં આવેલ હોય, જે દબાણો પર આજે મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ બુલડોઝર ફેરવી દબાણોને દૂર કરવામાં આવ્યા હતા…

આ તમામ દબાણકારોને ગ્રામ પંચાયત દ્વારા દબાણો દૂર કરવા અગાઉ નોટીસો આપી હોય તેમજ સમજૂતી પણ કરી હતી. આમ છતાં દબાણો દૂર ન કરાતા હસનપર ગ્રામ પંચાયત દ્વારા તા-૦૬/૦૭/૨૦૨૩ ના રોજ દબાણ દૂર કરવા આખરી નોટિસ આપવામાં આવી હતી. આખરી નોટિસ આપવા છતાં દબાણો દૂર ન થતાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિગ્વિજયસિંહ ડી. જાડેજાની રાહબરી હેઠળ વાંકાનેર તાલુકા વિકાસ અધિકારીશ્રી ડી. કે. પરમાર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે આજરોજ હસનપર ગામના તમામ દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી…

આ કાર્યવાહી હેઠળ હસનપર ગામે સરૈયા ભરતભાઇ મશરૂભાઈ દ્વારા ગ્રામ પંચાયતના માલઢોર પુરવાના ડબ્બાની બાજુમાં પાકી દુકાન તથા શૌચાલય બનાવીને બનાવેલું પાકું દબાણ, ભૂરીબેન હક્કાભાઈ છૂછરા દ્વારા સ્નાન ઘાટની જગ્યા પરનું દબાણ, મદ્રેસણીયા દેવરાજ લાલજીભાઇ દ્વારા સ્વચ્છતા કેન્દ્રમાં રહેણાંક કરી દબાણ, રાજેશભાઈ હકાભાઈ મુંધવા દ્વારા મંત્રીનાં ક્વાર્ટરની ખાલી જગ્યા પર પાકુ બાંધકામ કરી રહેણાક મકાન બનાવ્યાનું દબાણ, બાબરીયા ઉમેશભાઈ કેશુભાઈ દ્વારા શક્તિપરા જૂની પ્રાથમિક શાળામાં ગાયો-ભેંસો બાંધી તથા નીરણ ભર્યાનું દબાણ વગેરે દબાણ દૂર કરી ગ્રામ પંચાયતે જગ્યાનો કબજો મેળવ્યો છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!