વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર નજીકથી કારમાં દેશી દારૂની હેરાફેરી કરવા નીકળેલ એક શખ્સને રંગે હાથ ઝડપી પાડી પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીની અન્ય પોલીસ મથકમાં એટ્રોસીટી, અપહરણ સહિતના ગુનામાં ફરાર હિસ્ટ્રી ચિટર હોવાનું સામે આવ્યું હતું, જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી દસ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સર્વેલન્સ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસે આરોપી વેલજી ભીમાભાઇ મારૂણીયા (ઉ.વ. 25, રહે. કંસાળા, તા. સાયલા)ને મહીન્દ્રા XUV-300 કાર નં. GJ 13 CA 7743 સાથે 130 લિટર દેશી દારૂ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
આ બનાવમાં પોલીસે આરોપી વિશે ઉંડાણ પૂર્વક તપાસ કરતા આરોપી વેલજીભાઈ એટ્રોસીટી, અપહરણ સહિત દસ જેટલા ગુનાઓમાં સામેલ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેમાં હાલ આરોપી સુરેન્દ્રનગર જિલ્લાના મુળી પોલીસ મથકના એ પાર્ટ ગુ.ર.નં. ૧૫૬/૨૦૨૩ ઇ.પી.કો.કલમ ૩૨૩, ૫૦૪, ૩૮૪, ૩૬૫, ૧૭૦, ૧૨૦(બી), ૧૧૪ તથા એટ્રોસીટી એકટ ૩(૧)(આર), ૩(૧)(એસ.)૩(૨)(વી.એ)મુજબના ગુનામાં ફરિયાદી તથા સાહેદને પોલીસની ખોટી ઓળખ આપી, અપહરણ કરી રૂ. ૨૦,૦૦૦ની માંગણી કરી ગુનાહીત કાવતરૂ રચી રાજય સેવકનું ખોટુ નામ ધારણ કરી તથા મુળી પોલીસ સ્ટેશનન તથા સાયલા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો હોવાનુ સામે આવ્યું હતું…
આમ વાંકાનેર તાલુકા પોલીસ ટીમના હાથે ઝડપાયેલ આરોપીની મુળી પોલીસના ત્રણ અને સાયલા પોલીસના સાત સહિત દસ ગુનામાં સંડોવણી ખુલી હતી. જેથી વાંકાનેર તાલુકા પોલીસને પોકેપ કોપ મોબાઇલના આધારે આરોપી વેલજીના ગુનાહિત ઈતિહાસની માહિતી મળતા દારૂ અને કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વેલજીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર તાલુકા પોલીસ ટીમની આ કામગીરીમાં પીએસઆઈ બી. પી. સોનારા, હેડ કો. મયુરધ્વજસિંહ જાડેજા તથા ચમનભાઇ ચાવડા, કો. હરીશચંદ્રસિંહ ઝાલા, સંજયસિહ જાડેજા, રવિભાઇ કલોત્રા અને વિજયભાઇ ડાંગર સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1