વાંકાનેર વિસ્તારમાં આજે બીપરજોય વાવાઝોડાની અસર સ્વરૂપે વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો, જેના કારણે ઘણી જગ્યાએ નુકસાનીના સમાચારો સામે આવી રહ્યા છે, ત્યારે વાંકાનેર તાલુકાના સતાપર ગામ ખાતે પણ આજે ભારે પવન અને વરસાદના કારણે એક ખેડૂતના મકાનની દિવાલ ધરાશયી થઇ ગઇ હતી, જેમાં સદનશીબે કોઈ જાનહાનિ ટળી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સતાપર ગામ ખાતે આજે ભારે પવન અને વરસાદના કારણે ખેડૂત જમનાબેન રૂપાભાઈ ધોરીયાના રહેણાંક મકાનની દીવાલ ધરાશયી થઇ હતી, જેમાં સદનશીબે દીવાલ પડતાં સમયે ત્યાં કોઈ હાજર ન હોવાથી કોઈને પણ ઈજાઓ પહોંચી નહોતી. બાબતે બનાવની જાણ થતાં તાલુકા પંચાયતના સદસ્ય જીજ્ઞાસાબેન મેર, ગામનાં તલાટી મંત્રી તથા સરપંચ અને ગામ આગેવાનો સ્થળ પર પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો હતો…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1