વાંકાનેર વિસ્તારમાં આજે વહેલી સવારથી જ ભારે પવનના સૂસવાટા સાથે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે પવનનાં કારણે ઘણીબધી જગ્યાએ નાની મોટી નુકસાની અને વૃક્ષો પડી જવાનાં સમાચાર મળી રહ્યા છે, જેમાં આજે વાંકાનેર શહેર ખાતે આવેલ ગાયત્રી મંદિર પરિસરમાં પણ ભારે પવનના કારણે બે મહાકાય વૃક્ષો ધરાશયી થઇ ગયાં હતાં…
આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થયેલ નથી પરંતુ વૃક્ષો ધરાશયી થઇ જવાની મંદિર પરિસરમાં નાની-મોટી નુકસાની થયેલ છે, હાલ આ બંને વૃક્ષોને વરસાદ અને પવન રહ્યા બાદ દુર કરવાની કામગીરી કરવામાં આવશે તેવું મંદિર ટીમના રાહુલભાઈ જોબનપુત્રા દ્વારા જણાવવામાં આવ્યું છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1