ભારે પવન સાથે અત્યાર સુધીમાં કુલ 68 મીમી (2.70 ઈંચ) વરસાદ નોંધાયો, હાલ સુધીમાં કોઈ નુકસાનના સમાચાર ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો….

વાંકાનેર વિસ્તારમાં આજે વહેલી સવારથી બીપરજોય વાવાઝોડાની અસર દેખાવાની શરૂ થઈ હતી, જેમાં સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં વાંકાનેર વિસ્તારમાં 27 મીમી એટલે કે એક ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હોવાની માહિતી મળી રહી છે, આ સાથે જ ગઇકાલથી અત્યાર સુધીમાં વાંકાનેર વિસ્તારમાં કુલ 68 મીમી એટલે કે 2.70 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે….

વાત કરીએ બીપરજોય વાવાઝોડાની અસર વિશે તો અત્યાર સુધીમાં વાંકાનેર શહેર ખાતે કાર્યરત કંટ્રોલ રૂમમાં કોઈપણ નુકસાનીના સમાચાર મળેલ નથી જેના કારણે વાંકાનેરના વહિવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. આ સાથે જ ગત મોડી રાત્રીથી વાંકાનેર વિસ્તારમાં ભારે પવનના સૂસવાટા સાથે વરસાદ શરૂ થયો છે, જેમાં આજે વહેલી સવારથી વાવાઝોડાની પાછળની અસર સ્વરૂપે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!