વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ એક ફેક્ટરીમાં કામ કરતાં અચાનક કોઈ કારણસર મહિલા ઊંચાઈ પરથી નીચે પડી જતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર કારગત ન નીવડતા મહિલાનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…..
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલી ઓઆરબી સિરામિક નામની ફેકટરીમાં કામ કરતા મૂળ લીમડી તાલુકાના દેવપરા ગામના વતની સોનાબેન ભગીરથભાઈ સોલંકી નામની મહિલા ફેક્ટરીમાં કામ કરતા અચાનક ઉંચાઈ પરથી નીચે પડી જતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેને પ્રથમ મોરબી બાદ અમદાવાદ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતાં આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC