મોરબી જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી કોરોના સંક્રમણ દિનપ્રતિદિન સતત વધી રહ્યું છે, જેથી જીલ્લાની સ્થિતિ બેકાબુભરી બને તે જરૂરી પગલાં લેવા અનિવાર્ય બન્યા છે. આવામાં વાંકાનેર વિસ્તારમાં કોરોના સંક્રમણ ટાળવા માટે વાંકાનેર બાર એસોસિએશન દ્વારા આજ આજ તા.2 એપ્રિલથી 9 એપ્રિલ સુધી તમામ વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે…
વાંકાનેર બાર એસોસિએશન દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે કે વાંકાનેર પંથકમાં હમણાંથી કોરોના સંક્રમણ વધ્યું છે. આથી વાંકનેરમાં કોરોનાની પરિસ્થિતિ કાબુ બહાર ન જાય તે માટે વાંકાનેરના વકીલો સાથે ચર્ચા વિચારણા કરીને વાંકાનેર બાર એસોસિએશન દ્વારા સરક્યુલર ઠરાવથી આજે તા. 2 એપ્રિલથી 9 એપ્રિલ સુધી તમામ વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે તેવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે…
આ સાથે-સાથે વકીલોને અરજન્ટ કાર્યવાહી સિવાય બિનજરૂરી પક્ષકારોને ન બોલાવી કોર્ટ કેમ્પસ છોડી દેવાની વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત નામદાર કોર્ટને પણ ઉપરોક્ત સમયગાળા દરમિયાન વકીલો અને પક્ષકારોની ગેરહાજરીમાં કોઈ કેસનો નિકાલ નહિ કરવા કે ક્રિમિનલ કેસોમાં પક્ષકારોના વોરંટ ઇસ્યુ ન કરવાની વિનંતી કરવામાં આવી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/IZu1BnaSdSzF46c9hEdMUA