વાંકાનેર તાલુકાના રાજગઢ ગામે પ્રેમસબંધ મામલે જૂથ અથડામણની ઘટના બની હોવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં બે પરિવારના સભ્યોએ એકબીજા ઉપર હુમલો કર્યા બાદ સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેથી આ બનાવ અનુસંધાને વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી રમેશભાઇ ટીડાભાઇ દંતેસરીયા (ઉ.વ.39, ધંધો-મજુરી, રહે.રાજગઢ, તા.વાંકાનેર) એ આરોપીઓ દયાભાઇ જીવણભાઇ અઘેરા, મયાભાઇ જીવણભાઇ અઘેરા, રોહીત ભુપતભાઇ અઘેરા, ચોથાભાઇ જીવણભાઇ અઘેરા, શિલ્પાબેન રોહીતભાઇ અઘેરા, કમીબેન જીવણભાઇ અઘેરા, હકુબેન દયાભાઇ અઘેરા, આશાબેન ચોથાભાઇ અઘેરા (રહે.બધા રાજગઢ. તા. વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે,
ગત તા.૩૧ ના રોજ રાત્રિના આઠ વાગ્યાની આસપાસ રાજગઢ ગામે ફરીયાદીના મકાન પાસે ફરીયાદીના ભાઇ ધર્મેશને અગાઉ એક આરોપી મહિલા સાથે પ્રેમસબંધ હોવાના આક્ષેપ હોઇ તેનો રાગદ્વેશ રાખી આરોપીઓ એકઠા થઇ ફરીયાદી તથા સાહેદો પર હુમલો કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ઢીકા પાટુનો માર મારી લોખંડના પાઇપ તથા લાકડાના ધોકા જેવા હથિયાર વતી ફરીયાદી તથા સાહેદોને મુંઢ ઇજા કરી હતી….
આજ બનાવમાં સામાપક્ષે હકુબેન દયાભાઇ અઘારા (ઉ.વ.24, ધંધો-મજુરી, રહે.રાજગઢ, તા.વાંકાનેર) એ આરોપીઓ ધર્મેશભાઇ ટીડાભાઇ, લાલજીભાઇ અભાભાઇ, મુના ઉર્ફે રમેશ ટીડાભાઇ, ટીડાભાઇ અભાભાઇ, જલ્પાબેન રમેશભાઇ, હીનાબેન રસીકભાઇ સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે,
અગાઉ ફરિયાદી તથા સાહેદ સાથે બોલાચાલી ઝગડો થયેલ હોય જેનુ ઘરમેળે સમાધાન થયેલ હોય તેમ છતાં અગાઉ થયેલ બોલાચાલી ઝઘડાનું મનદુખ રાખી આરોપીઓએ ધારીયુ તથા ધોકાઓ વડે ફરીયાદી તથા સાહેદોને આડેધડ માર મારી ફરીયાદીને ફેકચર ઇજા કરી તથા અન્ય સાહેદોને ઇજા તેમજ મુંઢ ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા બંને પક્ષોને ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/IZu1BnaSdSzF46c9hEdMUA