બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક આવેલ કયુટોન સીરામીક ફેક્ટરી સામે માટેલીયો નદીના કાંઠેથી ગઇકાલના રોજ એક પરપ્રાંતિય શ્રમિક યુવાન સત્યભાન કાનછેદી કોલ(ઉ.વ. ૩૩, રહે. મુળ એમપી)નો મૃતદેહ મળી આવ્યો હતો જેથી બનાવની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી બનાવની વધુ તપાસ હાથ ધરી છે…
બનાવ અનુસંધાને પોલીસની પ્રાથમિક તપાસમાં યુવાનનું મોત હાર્ટએટેકથી થયું હોવાનું જાણવા મળી રહ્યું છે, જેમાં યુવાનને હાર્ટ એટેક આવતા તે નદી કાંઠે બેભાન અવસ્થામાં પડી ગયો હોય બાદ તેનું મોત થયું હતું, જેથી હાલ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ અંગે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU