વાંકાને૨ શહેર ખાતે ઓનલાઈન મની ટ્રાન્સફ૨ના વ્યવસાય સાથે સંકળાયેલ પ્રગતી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ઓનર સાહીલ રાજેશભાઈ સોમાણી પાસે ઓનલાઈન મની ટ્રાન્સફર કરાવી પૈસા ૫૨ત ન આપવા બાબતે ફરિયાદી સાહીલભાઈએ વાંકાનેર તાલુકાના તીથવા ગામના મુબીન હુશેનભાઈ ૫૨ાસ૨ા સામે ચેક રીટર્ન બાબતે વાંકાને૨ કોર્ટમાં નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબ ફ૨ીયાદ દાખલ ક૨ઈ હોય જે કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપી મુબીન હુશેનભાઈ ૫૨ાસ૨ાને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરીયાદી સાહીલ રાજેશભાઈ સોમાણી વાંકાનેર શહેર ખાતે પ્રગતી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના નામથી મની ટ્રાન્સફરનો ધંધો કરતા હોય, જેથી તેની પાસે આરોપી મુબીન હુશેનભાઈ ૫૨ાસ૨ાએ રૂ.11,00,000 ઓનલાઈન મની ટ્રાન્સફર કરાવી તે પૈકી આરોપી પાસેથી બાકી નીકળતી લેણી ૨કમ રૂ. 8,00,000 ની મુબીન પાસે માંગણી કરતા મુબીને પોતાની બેન્કનો રૂ. 8,00,000 નો ચેક ફરીયાદીને આપેલ જે વટાવવા માટે નાંખતા ચેક વગ૨ ચુકવ્યે અપુ૨તા ભંડોળના કારણે બેન્કમાંથી રીટર્ન થતા,

ફરિયાદી સાહીલે આરોપીને નોટીસ આપી મુબીન સામે વાંકાને૨ કોર્ટમાં કેસ દાખલ કરેલ હોય જે કેસ વાંકાને૨ના એડી. ચીફ. જયુ. મેજી. શ્રી એ. આર. રાણાની કોર્ટમાં ચાલી જતા આરોપી તરફે બચાવમા ફરીયાદીએ તેના કથન મુજબ મની ટ્રાન્સફર કરી આરોપી મુબીનના ખાતામાં પૈસા જમા કરાવેલ હોવાના કથનનું આરોપી તરફે ખંડન ક૨વામા આવેલ હતુ…

આમ આ૨ોપી સામે ક૨વામા આવેલ આક્ષેપો પુ૨વા૨ થતા ન હોય અને કેસમાં આરોપી બચાવ ક૨વામાં સફળ રહેતા કોર્ટે બન્ને પક્ષકા૨ોની ૨જુઆતો સાંભળી આરોપીના એડવોકેટ ત૨ફે ૨જુ થયેલ બચાવને ગ્રાહ્ય રાખી વાંકાનેરની અદાલતના જજ શ્રી એ. આર. રાણાએ કેસના પુરાવાઓ તથા બન્ને પક્ષની દલીલો ધ્યાને લઈ આ૨ો૫ી મુબીન હુશેનભાઈ ૫૨ાસ૨ાને નેગોશ્કેબલ એકટ કલમ ૧૩૮ના ગુન્હામાંથી નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે. આ કેસમાં આરોપી મુબીન હુશેનભાઈ ૫૨ાસ૨ાના બચાવ માટે વાંકાને૨ના સીનીય૨ વકીલ શ્રી સ૨ફરાઝ પરાસરા, શકીલ પીરઝાદા, એ. વાય. શે૨સીયા, તાજમીન કડીવા૨ સહિતના ૨ોકાયેલ હતા….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!