પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાના હસ્તે અભિયાનનો પ્રારંભ કરાયો….

વાંકાનેર શહેરના દિગ્વિજયનગર વિસ્તારમાં આવેલ ઓમ પાન-માવા પાવડરના પ્રેસિડન્ટ ધર્મેન્દ્રસિંહ ઝાલા દ્વારા નાગરિકોમાં તમાકુ વ્યસન મુક્તિનો સંદેશો પહોંચાડવાનો અનેરો સંકલ્પ કરાયો છે, જેમાં તેઓ ગુજરાતના દરેક ગામડાઓ અઞે શહેરોમાં બાઇક લઇને વ્યસનમુક્તિનો સંદેશો પહોંચાડવાના અભિયાનનો વાંકાનેરના પુર્વ ધારાસભ્યના હસ્તે શુભારંભ કરાયો હતો…

આ તકે વાંકાનેર શહેરના ગ્રીનચોક ખાતેથી વાંકાનેરના પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરજાદા સહિતના આગેવાનોએ ધર્મેન્દ્રસિંહ ઝાલાના આ અભિયાનને લીલીઝંડી આપી પાવડર દ્વારા વ્યસન મૂકતી અભિયાનનો લાભ લઈ નાગરિકોને ગંભીર બિમારીઓથી બચવા અનુરોધ કર્યો હતો. સાથે તેમના આ અભિયાનને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!